નવસારી વિજલપોર નગરપાલિકાની કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીને લઈને કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે બીજા દિવસે પણ રવિવાર હોવા છતાં તંત્ર લુંસીકુઇ વિસ્તમાં સીલ ની કામગીરી સક્રિય રહ્યું હતું.સીલ થવાની બીકે વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.અને પાલિકા અધિકારીઓને ફાયર સેફ્ટી ને લઈને આગામી સમયમાં વ્યવસ્થા થઈ જશે તેવી વિનંતી કરતા જોવા મળ્યા હતા.
રાજ્યમાં આગમી ઘટનાઓ વધતા ફરિવાર ફાયર NOC નું ભૂત ધૂણી રહ્યું છે નવસારી શહેરમાં પણ થોડા દિવસ અગાઉ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આગની ઘટના બની હતી જેને પગલે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા શહેરની કમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફટીની એનઓસી લેવાય છે કે કેમ તે ચકાસણી અંગેની કવાયત શરૂ કરી છે જેના ભાગરૂપે આજે શહેરની 30થી વધુ કોમર્શિયલ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડી કચેરીથી સૂચના મળતા શહેરમાં બહુમાળી કોમર્શિયલ ઇમારતોમાં દુકાનદારો સામે કાર્યવાહી ક્રવનાઈ શરૂઆત પાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.પાલિકા દ્વારા ફાયર સેફટી લગાવવા માટે વારંવાર નોટિસો ફટકારવામાં આવી હતી,છતાય દુકાન ધારકો NOC લેવાં અંગે બેદરકારી સામે આવી છે.જેને કારણે શહેરમાં આવેલી જુદી જુદી ઈમારતોમા દુકાનો સહિત બેંકો પણ સીલ કરવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.