• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, The Kite Lovers Enjoyed The Feast Of Fafda Jalebi And Climbed On The Steps. 25 Lakh Fafda jalebi And Inverted Will Be Sold

ઉત્તરાયણ:નવસારીમાં પતંગ રસિયાઓ ફાફડા જલેબીની જયાફત માણી ધાબા પર ચડ્યા, આશરે રૂ. 25 લાખના ફાફડા-જલેબી અને ઊંધિયુંનું વેચાણ થશે

નવસારી10 દિવસ પહેલા
  • લોકોએ લાંબી લાઈનમાં ઉભા રહી ઉત્સાહ સાથે ફાફડા અને જલેબીની ખરીદી કરી

ગુજરાતીઓના તહેવારની શરૂઆત ખાણીપીણીથી શરૂ થતી હોય છે, ત્યારે નવસારી જિલ્લામાં પણ ઉત્તરાયણમાં ઊંધીયું-જલેબી અને ફાફડા ઝાપટવા માટે સ્વાદ રસિયાઓ હંમેશા તલપાપડ હોય છે. નવસારીમાં આ વર્ષે પણ લોકોએ લાંબી લાંબી લાઈનમાં લાગી ઉત્સાહ સાથે ફાફડા અને જલેબીની ખરીદી કરી છે.

કોરોનાએ તમામ તહેવારનું નૂર છીનવ્યું છે. પણ વિપરતી પરીસ્થિતિમાં પણ ગુજરાતીઓ આનંદ મેળવી લેતા હોય છે. આ વર્ષે ભલે કોરોનાની ગાઈડલાઈન સાથે તહેવાર ઉજવવો પડે પણ નવસારીવાસીઓએ પોતાની મજામાં કોઈ ચૂક આવવા દીધી નહોતી. જેથી વહેલી સવારમાં લોકો ફાફડા જલેબીની દુકાનોમાં લાઈનમાં લાગ્યા હતા. તેમજ પતંગ ચગાવવા ધાબાપર ચડ્યા હતા. નોંધનીય છે કે આ વર્ષે નાસ્તાની કોઈપણ વાનગીમાં ભાવ વધારો થયો ન હોવાથી લોકોએ છૂટથી તહેવારની મજા માણી છે.

અન્ય સમાચારો પણ છે...