ગુજરાત રાજ્યમાં ઉતરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે પરંતુ રાજ્ય સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે જેમાં પર્યાવરણ અને અબોલ પશુ પક્ષીઓને જીવન પર ખતરો ઊભો કરતા ચાઈનીઝ અને કાંચ કરોટી મિશ્રયુક્ત દોરીનો ઉપયોગ બદલ જિલ્લામાં કેસ નોંધાયા છે.
દશેરા ટેકરીના રેલ રાહત કોલોની ના જાહેર રોડ ઉપર આરોપી દિલીપભાઈ દંતાણી અને રાહુલભાઈ દંતાણી ચાઈનીઝ પ્રતિબંધિત દોરી ના વેચી રહ્યા હોવાની જાણ ટાઉન પોલીસને થતા 400 રૂપિયાના ચાઈનીઝ દોરી નો જથ્થો કબજે કરીને બે આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા છે. તો સાથે જ SOG એ પણ જિલ્લામાંથી અનેક કેસ ચાઈનીઝ દોરા ના વેચાણ સામે નોંધ્યા છે.
વાંસદા તાલુકામાં પણ રાઈસ મિલની સામે આરોપી શંકર વિનોદ નાયકા પ્રતિબંધિત કરોટી નો ઉપયોગ દોરી બાંધવામાં કરતા તેના વિરોધ પણ કાયદેસરના પગલાં લઈને રૂપિયા 20 નો મુદ્દા માલ કબજે કર્યો છે.સરકાર દર વર્ષે જાહેરનામું બહાર પાડીને ઉતરાયણમાં પતંગ ચગાવવા ઉપયોગી ચાઈનીઝ દોરા તેમજ કાચ મિક્સ કરી દોરા માંજતા વેપારી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની શરૂઆત નવસારી જિલ્લામાં થઈ ગઈ છે.
દર વર્ષે સામાજિક સંસ્થાઓ પણ ચાઈનીઝ દોરા ના વેચાણ સામે વિરોધ કરે છે અને અબોલ મૂંગા પશુ પક્ષીઓના જીવન સામે ખતરો ઉભા કરતા ચાઈનીઝ દોરા ની છેલ્લા અનેક સમયથી પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ નફો રડવા માટે ચાઈનીઝ દોરા નું ચોરી છુંપીથીવેચાણ કરતા હોય છે જેને રોકવા માટે તંત્ર દર વર્ષે ઉતરાયણ અગાઉ રેડ કરે છે એવી જ રીતે નવસારી જિલ્લામાં પણ પોલીસ દ્વારા ચાઈનીઝ દ્વારા વિરુદ્ધ એક અભિયાન ની શરૂઆત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.