તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:નવસારીમાં કોરોનાના 9 કેસ, 1નું મૃત્યુ સાથે મૃત્યુઆંક 61 ઉપર પહોંચ્યો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુલ પોઝિટિવ કેસ 640

જિલ્લામાં ગુરૂવારે કોરોના વાઈરસના 9 વધુ પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા, તો કોરોનાની સારવાર લેતા એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. નવસારી શહેર-તાલુકાના વધુ 4 કેસ સાથે જિલ્લામાં વધુ 9 કેસ નોંધાયા હતા, જે કેસો નોંધાયા તેમાં મિથિલાનગરી, ઘેલખડી, ઈંટાળવા અને માણેકલાલ રોડ વિસ્તારના એક કેસનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગણદેવી તાલુકાના દેવસર અને નાની દેવસર, ખેરગામ તાલુકાના કાકડવેરી, વિજલપોરના ચંદનવન વિસ્તારમાં અને જલાલપોર તાલુકાના હાંસાપોર ગામે એક કેસ બહાર આવ્યો હતો. વધુ 9 કેસ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 640 થઈ ગઈ હતી. કોરોનાની સારવાર લેતા 1 દર્દીનું મૃત્યુ પણ થયું હતું. નવસારીના ટાવર વિસ્તારના રહીશ 35 વર્ષીય ગૌતમ કોલીયનું મૃત્યુ થયું હતું. તેઓ જ્વેલરી વર્કર હતા. વધુ એક મૃત્યુ સાથે જિલ્લામાં કોરોનાના દર્દીનો મૃત્યુઆંક 61 થઈ ગયો હતો.

460 દર્દી રિકવર, એક્ટિવ કેસ 119
નવસારી જિલ્લામાં કોવિડની સારવાર લેતા 12 દર્દી રિકવર થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જેને લઈ રિકવરનો આંક 460 થયો હતો. એક્ટિવ કેસ 119 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...