ઔપચારિક બંધ:નવસારીમાં કોંગ્રેસે દુકાનો બંધ કરાવી, પોલીસે અટકાયક કરતાની સાથે જ દુકાનના શટર ઊંચા થયા

નવસારી17 દિવસ પહેલા

મોંઘવારી, બેરોજગારીના મુદ્દે પ્રદેશ કોંગ્રેસે ગુજરાત રાજ્ય બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો સ્ટેશન વિસ્તારમાં વેપારીઓને બંધમાં સહયોગ આપવા માટે પહોચ્યા હતા. જેમાં પોલીસે તમામની અટકાયત કર્યા બાદ વેપારીઓએ દુકાનના શટર ઊંચા કર્યા હતા.

ગણતરીની મિનિટોમાં જ દુકાનો ખુલી
નવસારી જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિત આગેવાનો આજે સવારે રેલવે સ્ટેશન વિસ્તાર આવેલી દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા જ્યાં ટાઉન પોલીસને જાણ થતાં તાત્કાલિક PI સહિત નો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં પહોંચી ગયા હતા અને થોડા સમયમાં જ તમામની અટકાયત કરીને ટાઉન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસી કાર્યક્રમની અટકાયત થયા બાદ ગણતરીની મિનિટોમાં જ બંધ થયેલી દુકાનના શટલો ઊંચા થયા હતા અને મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દાને લઈને આપેલા બંધના એલાનનો ફિયાસ્કો થયો હતો.

ભાજપના વિકાસની કામગીરી સાથે લોકો સહમત: ભાજપના MLA
કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ દીપક બારોટે જણાવ્યું હતું કે, તમામ વેપારી અમારી સાથે છે ભાજપે પોલીસને આગળ કરીને અમારા આ બંધના એલાનમાં વિક્ષેપ પાડ્યો છે પરંતુ આ બંધની અસર દેખાશે અને આગામી સમયમાં લોકો કોંગ્રેસના મત સાથે સહમતિ દર્શાવશે. નવસારીના ભાજપના ધારાસભ્ય પિયુષ દેસાઈના જણાવ્યા મુજબ ચેમ્બર ઓફ કોમર્સ સહિત તમામ વેપારીઓ કોંગ્રેસની નીતિને ઓળખી ગયા છે અને માત્ર ચૂંટણી વખતે જ આંદોલનો અને રાજ્ય બંધ કરવા માટે જે નીકળે છે તેવા અભિયાનનો હવે નહીં ચાલે લોકો ભાજપના વિકાસની કામગીરી સાથે સહમત છે.

અન્ય સમાચારો પણ છે...