નવસારી શહેરોમાં ATM બહાર ઊભા રહેતા ઠગબાજો પૈસા ઉપાડવા આવનાર લોકોને છેતરીને ATM માંથી કળા કરી પૈસા ઉપાડીને અનેક લોકોના ખાતા ખાલી કરવાના બનાવ પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે આવો જ એક બનાવ નવસારીના સ્ટેશન રોડ પર આવેલા એટીએમમાં બન્યો હતો. 25 ફેબ્રુઆરીએ સવારે યુવાન સનાભાઈ વણકર પોતાનો પગાર ઉપાડવા સ્ટેશન રોડ પર આવેલા ATM માં ગયો હતો જ્યાં ટેકનિકલ કારણોસર ડેબિટ કાર્ડ ATM માં ફસાઈ જતા બાજુમાં ઉભી રહેલી 18 થી 20 વર્ષીય અજાણી યુવતીએ ATM ઉપર લગાવેલા નંબર ઉપર ફોન કરવા કહ્યું હતું, જ્યાં સામેની વ્યક્તિએ પાસવર્ડ નાખીને બટન દબાવવા કહેવા છતાંય કાર્ડ નીકળ્યું ન હતું જેથી કંટાળી યુવાન નોકરી પર નીકળી ગયો હતો.
યુવાન પોતાના નોકરી પર ગયા બાદ મોબાઇલ ચેક કરતા જેમાંથી ત્રણ વખત દસ દસ હજાર ઉપાડ્યા હતા અને એક વખત 5,000 એમ કુલ 35000 એટીએમમાંથી ઉપાડ્યાના મેસેજ આવતા યુવાને તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો હતો અને નવસારી ટાઉન પોલીસમાં આ બાબતે ફરિયાદ આપી છે. હાલના સમયમાં ATM અને સોશિયલ નેટવર્કિંગ થકી ઠગાઈ કરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે પૈસા ઉપાડવા જતી વખતે ATMમાં સાવચેતી પૂર્વક પોતાનું કાર્ડ નાખવું જોઈએ અને PIN નંબર કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવું એ હિતમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.