સમસ્યા:નવસારીમાં આયુર્વેદ ઉકાળો પીવાથી કેટલાકના પેટમાં ગરબડ

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોકે ગંભીર તકલીફ સર્જાઈ ન હતી

કોરોનાના સમયમાં રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે હોમિયોપેથ ગોળીની સાથે આયુર્વેદિક ઉકાળો પણ આપવામાં આવે છે. ઉકાળાનો લાભ કોવિડના સમયમાં નવસારી જિલ્લામાં હજારો લોકોએ લીધો છે અને ફાયદો પણ થયો છે. કાલીયાવાડી સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા ઉકાળો પૂરો પાડવામાં આવે છે. આ ઉકાળો વિવિધ વિસ્તારોમાં ધન્વન્તરી રથ મારફત લોકોને પીવડાવવામાં આવે છે. બુધવારે પણ ધન્વન્તરી રથ મારફત આ આયુર્વેદ ઉકાળો નવસારી પંથકના કેટલાક વિસ્તારમાં પીવડાવ્યો હતો. જેમાં વિજલપોરનો સૂર્યનગર, જલાલપોર વિસ્તાર, શાંતાદેવી રોડ વગેરેનો સમાવેશ થાય છે.

જોકે ઉકાળો પીવાથી કેટલાક જણાંને પેટમાં તકલીફ (ગરબડ) ઉભી થઈ હતી. કેટલાકને ઝાડા પણ લાગ્યાની જાણકારી મળી હતી. જોકે કોઈ ગંભીર સમસ્યા સર્જાઈ ન હતી અને કોઈને હોસ્પિટલમાં દાખલ પણ કરવા ન પડ્યાનું જાણવા મળે છે. ઉકાળો પીવાથી શા કારણે પેટમાં ગરબડ સર્જાઈ તે જાણી શકાયું ન હતું. કાલીયાવાડી આયુર્વેદ હોસ્પિટલ નવસારીના તબીબ ડો. ઉર્વીબેન પટેલે જણાવ્યું કે હા, એવી જાણકારી અમને પણ મળી છે.

અન્ય સમાચારો પણ છે...