પૂર્વ ગૃહમંત્રીના ઘરમાં ચોરીનો પ્રયાસ:નવસારીમાં તસ્કરો સી.ડી.પટેલના બંધ બંગલામાં ઘૂસ્યા, કંઈ હાથ ન લાગ્યું તો CCTVનું DVR ઉઠાવી ગયા

નવસારી24 દિવસ પહેલા

નવસારી શહેરમાં તીઘરા ઇટાળવા અને ગણદેવી રોડના પોશ વિસ્તારના બંધ અને રહેણાંક બંગલાઓમાં ચોરીની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે. ચોરો દિવસે અને દિવસે પોલીસની ઊંઘ હરામ કરી રહ્યા હોય તેમ આજે ફરીવાર ગુજરાત રાજ્યના કોંગ્રેસના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ સી.ડી.પટેલના બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

CCTVનું DVR ઉઠાવી ગયા
વર્ષોથી બંધ બંગલામાં સમયાંતરે સાફ-સફાઈ થતી હતી, પરંતુ આજે ચોરીની ઘટના બનતા કોંગ્રેસી આગેવાનો પણ બંગલે દોડી ગયા હતા. જોકે, બંગલામાં કોઈ કિંમતી સર સામાન ન હોય ચોરોને હાથ લાગ્યું ન હતું, પરંતુ ચોરો સીસીટીવીનું DVR ઉઠાવી ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
આ વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી થઈ હતી, ત્યારે સ્થાનિકોએ ભેગા થઈને DYSP અને રૂરલ PI સાથે મીટીંગ કરી સઘન પેટ્રોલિંગ માટેની માંગ કરી હતી તે બાદ થોડા દિવસ ગ્રામ્ય પોલીસે પૂરતા પ્રયાસ પણ કર્યા હતા. છતાંય ફરીવાર ચોરીની ઘટનામાં વધારો થયો છે. ટાઉન પોલીસે ચોરીનું પગેરું મેળવવા બંગલાની આજુબાજુના સીસીટીવી તથા હ્યુમન ઇન્ટેલીંજન્સની મદદ લઈને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...