મૌસમ બદલાઇ:નવસારીમાં શીતલહેર પણ ચૂંટણીમાં ગરમાટો

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ગરમીનો પારો ઘટીને 17 થી 13 ડિગ્રી સુધી જવાની હવામાન વિભાગેકરેલી આગાહી
  • છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, છેલ્લા 15 દિવસમાં મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી નોંધાયું હતું, ઠંડી શરૂ થતા હવે લોકો તાપણાના સહારે

નવસારી જિલ્લામાં આગામી 15 દિવસમાં કડકડતી શિયાળાની શરૂઆત થવાની સંભાવના છે. આ મહિનામાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડી શકે છે. ચાલુ નવેમ્બરની શરૂઆતથી જ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. છેલ્લે 5મી નવેમ્બર મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ દિવસ હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન શહેરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 18મી નવેમ્બરના રોજ 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાનમાં ઠંડકમાં વધારો થતાં કાપડ બજાર અને શિયાળુ પાક માટે પણ ફાયદાકારક રહેશે.

નવસારી જિલ્લામાં હાલ શિયાળુ પાકની વાવણીની શરૂઆત થઇ છે. નવેમ્બરના 2 અઠવાડિયા આ શિયાળુ ખેતી માટે ઉત્તમ માનવામાં આવે છે. જેને લઇને ખેડૂતો હવે તેના ઉપર ધ્યાન આપી રહ્યાં છે. સિઝનમાં શિયાળુ પાકનું 26000થી 27000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. જેમાં ચણા 1500 થી 1800 હેકટર તો શાકભાજી 5500 થી 6000 હેકટરમાં ભીંડા, કારેલા, મરચી, ટામેટાં પાક લેવામાં આવે છે. તેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દિવાળી બાદ ડાંગરની કાપણી થાય છે અને તે પછી ખેડૂત શાકભાજી કે કઠોળમાં ચણાનો પાક લે છે એટલે ડાંગરની કાપણી પૂર્ણ થતાં જ હવે ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર તરફ વળ્યા છે અને તેની તૈયારી શરૂ કરી દીધી છે. નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ખેડૂત શિયાળુ પાકનું વાવેતર કરે છે.

ચૂંટણીને લઇ જાહેર સભા નો થનગનાટ
ચૂંટણી પ્રચારમાં ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સોમવારે નવસારીમાં ઉપસ્થિત રહીને જાહેર સભા સંબોધી ઉમેદવાર માટે મત માંગશે તો તેના બીજા જ દિવસે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ નવસારીના ચીખલી-વાંસદા પંથકના વિસ્તારમાં પોતાની હાજરી આપી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા જાહેર સભા સંબોધશે. જ્યારે નવસારી જિલ્લામાં પણ આપ સક્રિય બન્યું છે ત્યારે રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.

શેરડીની રોપણી પણ પૂરજોશમાં શરૂ
ખેડૂતો મુખ્યત્વે સપ્ટેમ્બર થી જાન્યુઆરી માસમાં શેરડી રોપણી કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં શેરડીનો પાક 50 ટકા જેટલો લેવામાં આવે છે એટલે કે 9800 હેક્ટરમાં શેરડીનો પાક લેવામાં આવે છે. સુગર ફેકટરીને ધ્યાને લઇ કેટલાક ખેડૂતો ઓક્ટોબરથી જ શેરડી રોપવાની શરૂઆત કરે છે. જેથી સુગર ફેકટરીનો લાભ મેળવી શકાય. શેરડીની રોપણી પણ હાલ ચાલી રહી છે.

હાલ શિયાળુ પાક માટે ઉત્તમ વાતાવરણ
હાલ જે ઠંડીનું વાતાવરણ બન્યું છે અને ખરા અર્થમાં જે રીતે શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે એ જોતાં શિયાળ પાકોના વાવેતર માટે આ શ્રેષ્ઠ સમય છે. નવેમ્બરના પહેલા અને બીજા અઠવાડિયામાં આ શિયાળુ પાકની વાવણી થાય છે. જેમ ઠંડી વધશે તેમ ફ્લાવરીંગનું પ્રમાણ પણ વધશે.ઘઉંનું વાવેતર પણ વધશે. ઋતુ પ્રમાણે પાકોનું વાવેતર પૂર્ણ કરવા ખેડૂતો માટે આ ઉત્તમ તક છે. - ડો. સી.કે.ટીમ્બડીયા, વૈજ્ઞાનિક, kusosok

અન્ય સમાચારો પણ છે...