તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની સૌરઉર્જા:નવસારીમાં રૂ. 128.62 લાખના ખર્ચે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર સોલાર પ્રોજેકટ ઉભા કરાશે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના આર્થિક ભારણને ઓછું કરવા નવિન અભિગમ

મંગ‌ળવારે GUDC દ્વારા નગરપાલિકાના STP/WTP વિસ્તારો પર સોલાર પ્રોજેક્ટસ સ્થાપી આ સેવાને સ્વયં સંચાલિત કરવા તથા નગરપાલિકાના આર્થિક ભારણને ઓછું કરવાનો નવિન અભિગમના ભાગરૂપે મુખ્યમંત્રીના હસ્તે રૂ. 15.50 કરોડના ખર્ચે રાજ્યની વિવિધ 16 નગરપાલિકાના 22 STP / WTP માટે સૌરઊર્જા આધારિત વીજ પ્લાન્ટના કુલ 3 મેગાવોટના કામોનું ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નવસારીમાં ત્રણ તળાવના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને અંદાજીત 128.62 લાખના ખર્ચે સોલાર પ્રોઝેકટ ઉભો કરવામાં આવશે.

રાજયના સોલાર ઉર્જા પ્લાન્ટ અંતર્ગત નવસારી-વિજલપોર નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારી શહેરમાં દુધિયા તળાવ-1માં 107 કિલોવોટનાં અંદાજીત રૂ. 46.94 લાખના સોલાર પ્રોજેકટ બનાવવામાં આવશે અને દુધિયા તળાવ-2માં 112 કિલોવોટનાં અંદાજીત રૂ. 47.56 લાખના સોલાર પ્રોજેકટ બનાવવામાં આવશે. ઘેલખડીમાં 53 કિલોવોટનાં અંદાજીત રૂ. 34.12 લાખના સોલાર પ્રોજેકટ ઉભો કરવામાં આવશે.

આમ નવસારી શહેરના કુલ ત્રણ તળાવમાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને સ્વયં સંચાલિત બનાવવા તથા નગરપાલિકાનું વીજ ભારણ ઓછું કરવા 272 કિલો વોટના અંદાજીત 128.62 લાખના ખર્ચે સોલાર પ્રોજેકટનાં કામોનાં ખાતમુહૂર્તનું તકતીનું અનાવરણ નવસારી-વિજલપોર પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી-વિજલપોર પાલિકા સભાખંડમાં ભાજપ પ્રમુખ પરેશ કાસુન્દ્રા સહિત અનેક ભાજપીઓ, ભૂતપૂર્વ કોર્પોરેટરો, પાલિકા કર્મચારીઓ વગેરે પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો