• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, People Who Were Repeatedly Excavated On The Road By Tantra Shouted "Trahimam", The Lawyer Threw His Haiya Steam In The Middle Of The Road.

વકીલે તંત્ર સામે રોષ ઠાલવ્યો:નવસારીમાં તંત્ર દ્વારા વારંવાર માર્ગ પર ખોદકામ કરવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, વકીલે રસ્તા વચ્ચે પોતાની હૈયા વરાળ ઠાલવી

નવસારીએક મહિનો પહેલા
  • પૂર્વથી પશ્ચિમને જોડતા માર્ગ પર લાબા સમયથી તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવતા રસ્તાને ડાયવર્ઝન આપાતા લોકોને મુશ્કેલી

નવસારી શહેરમાં પૂર્વથી પશ્ચિમને જોડતા માર્ગ પર લાબા સમયથી તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવતા રસ્તાને ડાયવર્ઝન આપતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાણીની સમસ્યા સાથે જ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પણ ડિસ્ટર્બ થતાં બેંકોમાં પણ ગ્રાહકોને મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા વકીલ કનું સુખડીયાએ રસ્તા વચ્ચે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

ચોમાસની સિઝનમાં પણ આ વિસ્તારમાં મસમોટા ભુવા પડે છે. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે જ વકીલ કનુ સુખડીયાએ આક્ષેપ કર્યા હતા કે, ઉપર પાણીની લાઈન છે અને નીચે ગટરની લાઇન છે જેથી જો ગટર લીકેજ થાય તો પાણીની લાઇનમાં દૂષિત પાણી મિક્ષ થાય છે. જે પાણી લોકોના નળ સુધી પહોંચતા પાણીજન્ય રોગચાળો વકરી શકે છે. તંત્ર છાશવારે શહેરના રોડ રસ્તા ખોદીને શહેરીજનો માટે મુસીબત ઊભી કરે છે. જેથી વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા કનુ સુખડીયાએ રસ્તા વચ્ચે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વકીલ કનુ સુખડિયાએ જણાવ્યું હતું કે, ચાર મહિના થતા નથી કે તંત્ર રેલવે ફાટક પાસેના વિસ્તારમાં ખોદાણ કરે છે. જેને લઈને બેંક ઓફિસો અને રહેણાંક મકાનોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. જેને લઈ તંત્ર પોતાની ભૂલ સુધારી અને એક જ વખત યોગ્ય કામગીરી કરે તે હિતાવહ છે. વારંવાર આ વિસ્તારમાં ખોદકામના કારણે માર્ગ અવરોધાય છે અને અનેક લોકોને લાંબો ચકરાવો ફરીને જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...