આક્ષેપ:નવસારીમાં ભાજપીઓના પાણીના ધંધા માટે લોકોને પાણીથી વંચિત રખાય છે

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના પાણી મુદ્દે શાસકો સામે ગંભીર આક્ષેપ, રેલી કાઢી દેખાવ કર્યા

નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સોમવારે કોંગ્રેસે નવસારી શહેરમાં પીવાના પાણી મુદ્દે રેલી કાઢી હતી. રેલી શહેરના માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેકટર કચેરીએ ગઈ હતી. રેલીમાં સામેલ કોંગ્રેસીઓએ પાલિકાના સત્તાધિશ ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

નવા વરાયેલ શહેર કોંગ્રેસ પ્રમુખ જગમલ દેસાઈ, કાર્યકારી પ્રમુખ ધર્મેશ માલી, ધર્મેશ બી. પટેલ સહિતના અનેક કોંગ્રેસીઓ, આગેવાનો, રેલીમાં જોડાયા હતા. કલેકટર કચેરીએ પહોંચી કોંગ્રેસીઓએ કલેકટર અમિત યાદવને નવસારી શહેરની પાણીની સમસ્યા મુદ્દે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.

કોંગ્રેસીઓએ જણાવ્યું કે, પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં શહેરમાં પાણીની સમસ્યા યથાવત રહી છે. વિજલપોરમાં તો કોંગી શાસનમાં 18 કરોડની રકમ મંજૂર કરી પાણી યોજના બનવા છતાં એક દાયકાથી લોકો મીઠા પાણી માટે વલખાં મારી રહ્યાં છે. કોંગ્રેસીઓએ એમ પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, નવસારી શહેરમાં ભાજપના કાર્યકરો પીવાના પાણીનો ધંધો કરી રહ્યાં છે, જે ધંધો ચાલે તે માટે શાસકો લોકોને પાણીથી વંચિત રાખી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...