તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari Panth, On The Fifth Day Of Ganeshotsav, In The Pouring Rain, More Than 200 Idols Of Shreeji Were Dismantled With Devotion.

બાપ્પા મોર્યા:નવસારી પંથકમાં ગણેશોત્સવના પાંચમા દિવસે વરસતા વરસાદમાં 200થી વધુ શ્રીજીની પ્રતિમાનું ભક્તિભાવથી વિસર્જન કરાયું

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબીલ ગુલાલની છોળો સાથે ગણપતિ બાપા મોર્યાના નાદ વચ્ચે ગણેશજીને વિદાય આપવામાં આવી

નવસારી પથકમાં પાંચમા દિવસના માનતાના શ્રીજીની પ્રતિમાનું મંગળવારે વિસર્જન કરવામાં આવ્યું હતું. મંગળવારે આખો દિવસ વરસાદ હોવા છતાં ભક્તો પોતપોતાના વાહનમાં અને રીક્ષામાં, ટેમ્પામાં ગણેશજીની પ્રતિમાનું 200 થી વધુ વિસર્જન પૂર્ણાં નદીમાં કરવામાં આવ્યું હતું.ભકતોએ અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ગણપતિ બાપા મોર્યાની ગુંજ વચ્ચે બાપા ને આવતા વર્ષે જલ્દીથી આવજો તેમ કહી વિદાય આપી હતી.

નવસારી જિલ્લામાં પાંચ દિવસની માનતાના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. 5 દિવસની માનતાના ગણપતિની પ્રતિમાને વિસર્જન આપવા માટે બપોર બાદ શ્રીજીના ભકતો પોતપોતાના વાહનમાં, ટેમ્પો, રિક્ષા, ફોર વ્હિલમાં પ્રતિમા લાવ્યાં હતા. ડીજેની પરવાનગી આપી નહીં હોય લોકો પોતાના વાહનમાં ઢોલ-નગારા લઈને શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી.

નવસારીની પૂર્ણાં નદીમાં મંગળવારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની સપાટીમાં વધારો થતાં યુવાનોએ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીમાં પૂર્ણાં નદી અને અન્ય નદી-તળાવોમાં 200થી વધુ નાની-મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પ્રતિમાને ચઢાવેલા ફૂલ હારનું ખાતર બનાવાશે
નવસારીની પૂર્ણાં નદીમાં શ્રીજીનું વિસર્જન કરવા આવેલા ભક્તો ફૂલહાર ગમે ત્યાં નાંખે નહીં તે માટે પાલિકા દ્વારા અલગ સ્ટાફ મૂકીને ગણેશ ભકતો પાસે ઉઘરાવીને વિસર્જન માટે માત્ર પ્રતિમા જ આપતા હતા. ફૂલહારનું ખાતર બનાવીને આ ખાતર જરૂરિયાતમંદ ખેડૂતોને વિનામૂલ્યે દર વર્ષે આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...