તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, Only Two And A Half Inches Of Rain Flooded The Railway Culvert, Causing Traffic Jam With More Than 10,000 Motorists Breaking Through The Day.

મેઘરાજાની રિહર્સલ:નવસારીમાં માત્ર સવા બે ઇંચ વરસાદમાં જ રેલવે ગરનાળું છલકાયું, દિવસભર 10 હજારથી વધુ વાહનચાલકો ફાટકે ફંટાતા ટ્રાફિકજામ

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
રેલવે ગરનાળામાં પાણી - Divya Bhaskar
રેલવે ગરનાળામાં પાણી
  • નવસારી નજીકના જલાલપોર તાલુકામાં પોણા બે ઇંચ વરસ્યો, ખેરગામમાં 1, ચીખલીમાં 7 અને વાંસદામાં 2 મિમી વરસાદ નોંધાયો
  • મધરાત પછી વાતાવરણ પલટાયા બાદ રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં સમયાંતરે વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

નવસારીમાં શુક્રવારની રાત્રિએ ચોમાસાના આગમનના એંધાણ આપતો સવા બે ઈંચ વરસાદ પડ્યો હતો. આ વરસાદમાં સ્ટેશન વિસ્તારમાં ગરનાળામાં પાણી ભરાતા ફાટકે ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. શુક્રવારે દિવસ દરમિયાન તો નવસારીમાં ઉઘાડ રહ્યો હતો પરંતુ મધરાત પછી વાતાવરણ પલટાયુ હતું. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં સમયાંતરે વરસાદ પડતો રહ્યો હતો અને આ સમય દરમિયાન 57 મિમી (સવા બે ઈંચ)પાણી પડી ગયું હતું. નજીકના જલાલપોર તાલુકામાં પણ રાત્રે પોણા બે ઈંચ પાણી પડી ગયું હતું. રાત્રે પડેલા વરસાદથી નવસારીના સ્ટેશન વિસ્તારમાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.

સ્ટેશન વિસ્તારમાં આવેલ પ્રકાશ ટોકીઝ સામેના રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા, જેનો નિકાલ બપોર સુધી થયો ન હતો, જેને લઈને બપોર સુધી રેલવે ફાટક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. દક્ષિણ પૂર્ણાં બ્રિજ માર્ગમાં પણ કીચડ સર્જાયું હતું. હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફાટકે વાહનો એટલા ગીચ એકઠા થઇ રહ્યા હતા કે હાલ કોરોનામાં સંક્રમણ ફેલાવાની પણ શકયતા ઉભી થઇ હતી. વિજલપોર ગરનાળામાથી ઘણા વખતથી અવરજવર બંધ થઇ હોય વિજલપોર ફાટકે પણ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે રાત્રે નવસારી અને જલાલપોર ઉપરાંત ખેરગામમાં 1, ચીખલીમાં 7 અને વાસદામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.

નવસારી ફાટકે ટ્રાફિકજામ
નવસારી ફાટકે ટ્રાફિકજામ
દાંતેજમાં ડાંગર ભીંજાયું
દાંતેજમાં ડાંગર ભીંજાયું

હજુ બે દિવસ છૂટાેછવાયાે વરસાદ પડવાની આગાહી
શુક્રવારે રાત્રિના વરસાદ બાદ 6 અને 7 જૂને પણ નવસારી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે એવી આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે.

કેટલાક ગામોમાં ડાંગરને નુકસાની
ગતરાત્રિના વરસાદથી કેટલાક ખેડૂતોનો ઉનાળુ ડાંગરના પાકને નુકસાની થઈ હતી. નવસારી તાલુકાના દાંતેજ, નવાગામ, અડદા, વાડા વગેરે ગામોમાં તૈયાર ડાંગરને નુકસાની થયાનું જાણવા મળ્યું છે.

ખેતીમાં વધુ નુકસાની નથી પણ...
તાઉતે વાવાઝોડાથી જરૂર ખેતીમાં નુકસાની થઈ હતી પરંતુ ગતરાત્રિના વરસાદથી વધુ પ્રમાણમાં નુકસાની થઈ નથી. જોકે જે ખેડૂતો ઉનાળુ ડાંગરની રોપણી મોડી કરી હોય અને ખેતરમાં પલળી ગયું હોય એ નુકસાની કહીં શકાય. - ડો. અતુલ ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નવસારી

ચોમાસાનાં એંધાણ આપતો વરસાદ
કેરાલામાં વરસાદ પડતાં આપણે ત્યાં 15થી 20મી વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. હાલ જે વરસાદ પડ્યો છે એ કમોસમી વરસાદ નથી અને ચોમાસું બેસી ગયું એમ પણ કહીં ન શકાય. જોકે તે ‘પ્રિમોન્સુન કન્વેન્શનલ’ (ચોમાસાનાં એંધાણ આપતો વરસાદ) કહીં શકાય. - ડો. પ્રવિણસિંહ પરમાર, કૃષિ હવામાનશાસ્ત્રી, કૃષિ યુનિ. નવસારી

અન્ય સમાચારો પણ છે...