દારૂની હેરાફેરી:નવસારીમાં LCBએ એક મહિલા સહિત ત્રણને ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યાં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂની કુલ 324 નંગ બોટલ સહિત કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

નવસારી જિલ્લા પોલીસ અવારનવાર દારૂની હેરાફેરી ઉપર લગામ કસવા માટે પેટ્રોલીંગ હાથ ધરતી હોય છે. જેમાં મહિનામાં મસમોટો દારૂ ઝડપાતો હોય છે. ત્યારે નવસારી LCBએ સ્ટાફને મુંબઈ થી અમદાવાદ હાઈવે રોડ પર દારૂ પસાર થવાનો હોવાની બાતમી મળતાં ફનસિટી હોટલ પાસે મારુતિ બ્રેઝા કારને રોકીને પૂછપરછ કરતા 9 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ 324 નંગ બોટલ જેની બજાર કિંમત 36 હજારના મુદ્દામાલ ઝડપી પાડવા સાથે કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ દારૂની હેરાફેરીમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી એક મહિલા પણ છે. કારમાં મહિલા અને પુરુષ સાથે પ્રવાસ કરતા હોય કોઈને શક ન જાય તે રીતે પરિવાર હોવાનું તરક્ટ ઉભુ કરતા બુટલેગરો વિરુદ્ધ હવે પોલીસે લાલ આંખ કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાની શરૂઆત કરી છે. આ સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. દારૂનો જથ્થો ભરાવી કિરણ ઉર્ફે વિનોદ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...