તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા વિહોણો વિસ્તાર:નવસારીમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત વિસ્તારો કોઇપણ પક્ષના ઉમેદવાર માટે કપરા ચડાણ સમાન

નવસારી10 દિવસ પહેલા
 • શિવાની પાર્ક સોસાયટીનું નિર્માણ થયાના આઠ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ મળી નથી

નવસારી પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિવાની પાર્ક સોસાયટીનું નિર્માણ થયાના આઠ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ મળી નથી. અહીં સોસાયટી તો બનાવી દેવામાં આવી છે પણ પીવાનું શુદ્ધ પાણી, ગટર અને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ જે પાલિકાના કાર્યક્ષેત્રમાં આવે છે તે તમામ સુવિધાઓનો અભાવ છે. ત્યારે અહીંના રહીશોએ આ વખતે ચૂંટણીમાં પ્રચાર કરવા આવનાર કોઇપણ પક્ષના ઉમેદવારને આગામી પાંચ વર્ષમાં શુ કરશો? તેની માહિતી લેશે અને માત્ર પાર્ટીના નામ પર આ વિસ્તારમાં વોટ મેળવવું કોઈ પણ પાર્ટી માટે મુશ્કેલ બની રહેશે.

આ વિસ્તારમાં પોશ સોસાયટીઓ બની હોવા છતાં પછાત વિસ્તારની માફક સ્થાનિકો જીવવા મજબૂર બન્યા છે. શિવાની પાર્ક સોસાયટીના પ્રમુખ ના જણાવ્યા મુજબ, ધારાસભ્ય પીયૂષ દેસાઈને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ મામલે તેઓ રજૂઆતને ધ્યાને લેતા નથી.

'સુવિધા નહીં તો વોટ નહીં'
આ વિસ્તારની મહિલાઓ અને પુરુષો મન બનાવીને બેઠા છે કે પ્રાથમિક સુવિધાઓ નહીં તો વોટ નહીં. રાજકીય પાર્ટીના ઉમેદવારો ચૂંટણી દરમિયાન આવીને ઠાલા વચન અને જુમલાબાજી કરીને મત મેળવી વિજય થયા બાદ દેખાતા બંધ થઈ જાય છે. ત્યારે આ વિસ્તારમાં નગરપાલિકા અને તેના નગરસેવકો પ્રત્યે રોષ ભભૂકી ઊઠયો છે. ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં પ્રચાર કરવા જતાં પહેલાં ઉમેદવારોએ પાંચ વરસ નો રોડ મેપ અને નક્કર કામગીરી અને પ્રશ્નો બાબતે સંતોષકારક ઉકેલ આપશે તો જ અહી ચૂંટણી પ્રચાર થઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો