નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પ્રકાશ ટોકીઝ ગરનાળામાં ભરાતા પાણીના નિકાલ માટે આ વર્ષથી હેવી મોટર મૂકવામાં આવી છે, પરંતુ ગત રાત્રે વરસેલા વરસાદથી ગરનાળામાં પાણી ભરાંતા મોટર પાણી કાઢવામાં નિષ્ફળ થઈ હોય તેમ રેલ્વે ફાટક નંબર 127 ઉપર 1 કિલોમીટરથી વધુનો ટ્રાફિકની લાઈન લાબી લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં નોકરિયાત વર્ગને ઓફિસ તો શાળાએ જતા બાળકો મોડા પડ્યા હતા.
શહેરમાં એકપણ ઓવરબ્રિજ નહીં
નવસારી શહેરમાં એકપણ ઓવરબ્રિજ નથી, જેના પરિણામ સ્વરૂપ લોકોને વરસાદી માહોલમાં મુસીબતનો સામનો કરવો પડે છે. ત્યારે આ વર્ષે મુસીબત બમણી થઈ હોય તેમ શહેરમાં વરસતા સામાન્ય વરસાદમાં પણ પ્રકાશ ટોકીઝ ગરનાળું વાહન ચાલકો માટે બિન ઉપયોગી સાબિત થાયું છે. રેલવે ફાટક પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ ને જોડે છે. ત્યારે મોટી સંખ્યામાં આ રેલવે ફાટક ઉપરથી નોકરિયાત વર્ગ અને શાળાએ જતા બાળકો પસાર થાય છે. ત્યારે વહેલી સવારથી લાંબા ટ્રાફિક જામમાં લોકો અટવાઈ પડ્યા હતા. સાથે જ ટ્રાફિક નિયમનની પણ કોઈ ચોક્કસ વ્યવસ્થા ન હોવાને કારણે વાહનો ને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી.
વાહન ચાલકોને હાલાકી
નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની ચોક્કસ વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ગરનાળામાંથી વહેલી તકે નીકળી ન શકતા પાલિકાની કામગીરી અને પ્રિમોન્સુન કામગીરી નિષ્ફળ સાબિત થતા લોકો પાલિકા ઉપર રોષિત થયા છે. દર ચોમાસામાં મુશ્કેલી વેઠતા વાહન ચાલકો ના હાલાકીનો પાર રહ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.