• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari, Employees Of 12 Departments Connected With Essential Services Started Voting, Joined The Voting Process With Ballot Paper.

સરકારી કર્મીઓ માટે મતદાન:નવસારીમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા 12 વિભાગના કર્મચારીઓનું મતદાન શરૂ, બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયામાં જોડાયા

નવસારી20 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે લાંબા સમયથી સરકારી કર્મચારીઓ કાર્યરત છે. ત્યારે સરકારી કર્મચારીઓ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તેમના માટે અલગ પ્રકારની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેના ભાગરૂપે આજે મતદાનની પરંપરાગત પદ્ધતિ એવી બેલેટ વોટીંગ દ્વારા સરકારી કર્મચારીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે. નવસારીમં પણ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા 12 વિભાગના કર્મચારીઓનું મતદાન આજે યોજવામાં આવ્યું છે. બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયા હતા.

કર્મચારીઓએ મતદાન કરીને ફરજ નિભાવી
નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી જે તે તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે બેલેટ પેપર દ્વારા સરકારી કર્મચારીઓએ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી છે. નવસારી 175 વિધાનસભાની વાત કરવામાં આવે તો 22 કર્મચારીઓ નોંધાયા છે.

કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો
મતદાનના પગલે એક દિવસ અગાઉથી સરકારી કર્મચારીઓ મતદાન મથકે પહોંચીને જરૂરી પ્રક્રિયા હાથ ધરે છે જેના કારણે સામાન્ય લોકો મતદાન કરી શકે, પરંતુ સરકારી કર્મચારીઓ પણ લોકશાહીમાં જ મતદારોનો જ એક ભાગ છે જેથી ચૂંટણી પંચ દ્વારા તેમને ધ્યાનમાં રાખીને મતદાન પહેલાના દિવસોમાં તે બધા માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના પગલે આજે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં જે તે જિલ્લા મથકે કર્મચારીઓએ પહોંચીને ઉત્સાહભેર મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...