ખાતમુહૂર્ત:નવસારી જિલ્લામાં 12 અને 13 સપ્ટેમ્બરે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” યોજાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત કક્ષાએ 12મીએ અને રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 13મી સપ્ટેમ્બરે કાર્યક્રમ

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ અને પ્રાંત કક્ષાએ 12 અને 13 સપ્ટેમ્બરે વિવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્તો, જેવા કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી. આ અવસરે તેમની સાથે નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , નવસારી પ્રાંત અધિકારીશ્રી રાજેશ બોરડ, વાસંદા પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી,ચિખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નવસારી જિલ્લામાં “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના સુચારૂ આયોજન માટે જિલ્લા સેવા સદન કચેરીમાં બેઠક યોજાઈ હતી.

DDO અને કલેક્ટરે માર્ગદર્શન આપ્યું
DDO અર્પિત સાગરે અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના આયોજન દરમિયાન યોજનાકીય કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને ભવ્ય ઉજવણી થાય તે માટે સૌએ પ્રયાસ કરવાનો રહેશે. કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવામાં આવનાર છે. દરેક વિભાગ/કચેરી દ્વારા કરવામાં આવેલ સરકારની યોજનાકીય ફલશ્રૃતિ લોકો સુધી પહોંચે તે માટે આપણે કટિબધ્ધ છીએ. નિવાસી અધિક કલેકટર કેતન જોષીએ અધિકારીઓને લોકાર્પણ,ખાતમુહૂર્તના અનાવરણ માટેની તકતીઓ, બેક ડ્રોપ, પોસ્ટર સારી રીતે તૈયાર થાય તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સાથે યોજનાકીય કામગીરીની વિગતો યોગ્ય રીતે ચકાસણી કરી લોકો સમક્ષ મુકવા અનુરોધ કર્યો હતો.

44 કરોડથી વધુના વિકાસકામો
પ્રાંત કક્ષાનો કાર્યક્રમ 12 સપ્ટેમ્બરે નવસારી મતિયા પાટીદાર સમાજ વાડી , ચિખલીના દિનકર ભવન ખાતે અને વાસંદા પ્રાંતનો કાર્યક્રમ કુકણા સમાજની વાડી ખાતે યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નવસારીના ટાટા હોલ ખાતે ખાતે 13 સપ્ટેમ્બરે યોજાશે. નવસારી જિલ્લાના વિશ્વાસ થી વિકાસ યાત્રાના પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત 29.44 કરોડના કુલ 1398 કામો અને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત રૂ. 15 કરોડના કુલ 6 કામોનો સમાવેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...