તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:નવસારી જિલ્લામાં 45+ના બીજા ડોઝમાં સંખ્યા વધતા 18+માં ઘટાડો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનના અપૂરતા ડોઝ આવતા અવારનવાર વેક્સિનેશન બંધ રાખવું પડે છે. - Divya Bhaskar
વેક્સિનના અપૂરતા ડોઝ આવતા અવારનવાર વેક્સિનેશન બંધ રાખવું પડે છે.
  • 18+માં પૂરતા ડોઝ ન ફળવાતા હોવાની બૂમરાણ

નવસારી જિલ્લામાં શનિવારે કુલ કોવિડ રસીકરણ 5944 થયું હતું, જેમાં 18+નું 3335 જ થયું હતું. નવસારી જિલ્લામાં શનિવારે 18+ ઉપરાંત 45+વયના લોકો માટે પણ રસીકરણ કરવામાં આવ્યું હતું. તમામ મળી કુલ 5944 ને રસી આપવામાં આવી હતી.

તાલુકવાર જોઈએ તો નવસારીમાં 1744,જલાલપોરમાં 1057, ગણદેવીમાં 1064, ચીખલીમાં 980, ખેરગામમાં 280 અને વાંસદા તાલુકામાં 839 લોકોને રસી આપવામાં આવી હતી. જોકે જેની વધુ માગ છે એ 18થી 45 વર્ષની વયના લોકોનું તો 3335 જ રસીકરણ થયું હતું.અહીં ઉલ્લેખનીય છે કે 45+ના ઘણા લોકોનો બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તેમનું રસીકરણ હાલ વધુ સંખ્યામાં થઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી સમયસર ડોઝ ન આવતા હોવાની જિલ્લામાં બૂમરાણ ઉઠી રહી છે.

45+અને 60+માં 68 ટકાને પહેલો ડોઝ
જિલ્લામાં 60 વર્ષની ઉપરની વયના લોકોને 1 માર્ચથી અને 45 થી 60 વર્ષ વચ્ચેની વયના લોકોને 1 એપ્રિલથી કોવિડ રસીનો પહેલો ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. આજદિન સુધીમાં 45+ અને 60+માં નિર્ધારિત સંખ્યાના ટાર્ગેટ સામે 68 ટકા જેટલાને પહેલો અપાઈ ગયો છે. 60 વર્ષ ઉપરની વયના સિનિયર સિટીઝનોનું રસીકરણ શરૂ થયાને 4 મહિના પુરા થયા છે ત્યારે ઘણા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. જોકે 45+માં ઘણા બીજો ડોઝ લેવામાં બાકી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...