પોલીસ સ્ટેન્ડબાય:નવસારી જિલ્લામાં દિવાળીના તહેવારોને લઇ તમામ અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ રાઉન્ડ ઘી ક્લોક ફરજ બજાવશે

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • S.P સહિત DYPS કક્ષાના અધિકારીઓ ફરજ નિભાવશે

દિવાળીના તહેવાર દરમિયાન નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંથી લોકો મૂડ ફ્રેશ કરવા માટે લાંબા વેકેશન પર જતા હોય છે. જેને લઇને ચોરટાઓને હાથ સફાયો કરવા તહેવારો દરમિયાન મોકળું મેદાન મળતું હોય છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા દિવાળીના દિવાળી દરમિયાન સતત પેટ્રોલિંગ અને ચોરીની ઘટના રોકવા માટે તમામ અધિકારીઓ પોલીસ કર્મીઓ રાઉન્ડ ઘી ક્લોક નોકરી પર હાજર રહેશે તેવો નિર્ણય લેવાયો છે.

નવસારી જિલ્લામાં સ્ટાફની વાત કરવામાં આવે તો, 3 DYPS,9 PI, 32 PSI સહિત 1051 જેટલા પોલીસ કર્મચારીઓ વેકેશન ગાળા દરમિયાન જિલ્લાની ખડે પગે રક્ષા કરશે.

નવસારી જિલ્લામાં આમ તો તહેવારો દરમિયાન કોઇ અથડામણ કે માથાકૂટ જેવા કેસો નોંધાતા નથી પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ જિલ્લા પોલીસ સજ્જ બની છે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયની આગેવાની માં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓનો સ્ટાફ રજા પર જઈને પોતાની ફરજ નિભાવશે.

આમ તો પોલીસ કર્મચારીઓને પણ પોતાનો પરિવાર હોય છે છતાં પણ તેઓ ફરજના ભાગરૂપે પારિવારિક જવાબદારીઓને બાજુમાં મૂકી સામાજિક જવાબદારી અને પોતાની ફરજને હંમેશા મહત્વ આપતા આવ્યા છે ત્યારે આ વખતે કોરોના માં છૂટછાટો મળતા લોકો એ રાહતનો શ્વાસ લીધો છે.

પર્યટન સ્થળો આ વખતે સહેલાણીઓથી ઉભરાશે તે વાત નક્કી છે. તેવામાં જિલ્લામાં કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય અને ચોરીની ઘટનામાં વધારો ન થાય તે માટે નવસારી જિલ્લા પોલીસ દિવાળી અને નવા વર્ષ દરમિયાન ફરજ પર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...