આયોજન:નવસારી જિલ્લામાં PM મોદી સંભવતઃ જુનમાં આવી શકે છે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી વર્તુળમાં બેઠકોનો દોર શરૂ થયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની જૂન મહિનાની સંભવિત મુલાકાતને લઈ સરકારી વર્તુળમાં બેઠકોનો દોર શરૂ થયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના ચીખલી નજીકના ખુડવેલની સંભવિત મુલાકાતની તૈયારી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક તૈયારી માટે સરકારી વર્તુળમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો ચોક્કસ તારીખ અને કનફર્મ કાર્યક્રમ આવ્યો નથી પણ 12 જુનની આસપાસની વાત ચાલી રહી છે. કાર્યક્રમ શુ છે તે પણ ચોક્કસ જાણી શકાયું નથી પણ પ્રાકૃતિક ખેતી સહિતના વિષય અંગે હાલ તો ચર્ચા ચાલી રહી છે.

આ કાર્યક્રમમાં માત્ર નવસારી જિલ્લો નહીં પણ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લા પણ કાર્યક્રમમાં સામેલ થશે એવી વાત જાણવા મળી છે. કાર્યક્રમ જુનમાં યોજવાની વાત હોય વરસાદની આગાહી, સ્થિતિ ઉપર પણ ઘણું નિર્ભર રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે મોદી આ અગાઉ છેલ્લે આજથી પોણા ત્રણ વર્ષ અગાઉ દાંડીમાં 30 જાન્યુઆરી 2019 એ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલના લોકાર્પણ કરવા આવ્યા હતા, ત્યારબાદ સંભવતઃ આ વખતે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...