તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે ફ્કત એક કેસ નોંધાયો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 8 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા આરોગ્યતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં ફ્કત એક પોઝિટિવ કેસ નોંધાયો છે. તો 8 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં આજે એક કેસ નોંધાતા જિલ્લામાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક 7 હજાર 134 કેસ નોંધાયા છે. આજદિન સુધીમાં 6 હજાર 914 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે તો અત્યાર સુધીમાં કુલ 189 દર્દીઓના મોત નિપજ્યા છે. જિલ્લામાં હવે માત્ર 31 એક્ટિવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...