તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નવસારી જિલ્લામાં 6 દિવસથી કોવિડ ટેસ્ટ અડધા જ કરાય છે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂરતી એન્ટીજન કીટ ન હોવાથી ટેસ્ટ ઘટાડાયા

નવસારી જિલ્લામાં રેપીડ એન્ટીજન કીટની ઘટના કારણે 6 દિવસથી કોવિડ ટેસ્ટ અડધા જ કરી દેવા પડ્યા છે. જેના કારણે ટોકન અને વેક્સિન લેવા લોકો ભારે હાડમારી વેઠી રહ્યા છે. જિલ્લામાં પણ કોવિડ ટેસ્ટ બે પ્રકારના કરાય છે.જેમાં એક આરટીપીસીઆર અને બીજો ટેસ્ટ રેપીડ એન્ટીજન છે. એન્ટીજન વધુ અને RTPCR પ્રમાણમાં ઓછા ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જોકે છેલ્લા 6 દિવસથી સરકારી તંત્ર ટેસ્ટ અડધા જ કરી રહ્યું છે.6 દિવસ અગાઉ જિલ્લામાં રોજ 3 હજાર ટેસ્ટ કરાતા હતા,જે ઘટાડી હવે દોઢ હજાર જ કરાઈ રહ્યા છે.

શનિવારે પણ 1540 જ સેમ્પલ લેવાયા હતા. ઓછા ટેસ્ટ થવાનું કારણ રેપીડ એન્ટીજન કીટ ન હોવાનું જાણવા મળે છે. જેના કારણે મહત્તમ ટેસ્ટ આરટીપીસીઆર જ કરાઈ રહ્યા છે. આરટીપીસીઆર ટેસ્ટની વિશ્વસનીયતા તો વધુ હોય છે પરંતુ તેમાં સેમ્પલ લીધા બાદ રિપોર્ટ એક, બે યા કેટલીકવાર તો ત્રણ દિવસ પણ થઈ જાય છે. રિપોર્ટ મોડો મળવાના કિસ્સામાં કેટલીકવાર દર્દીની હાલત પણ બગડી શકે છે.

ટેસ્ટ અડધા પણ કેસ તેટલા જ કારણ..
સામાન્યતઃ ટેસ્ટ અડધા કરાય તો પોઝિટિવ કેસ પણ ઓછા નોંધાય એવી ધારણા છે પરંતુ જિલ્લામાં આવું બન્યું નથી. પોઝિટિવ કેસોમાં કોઈ નોંધનીય ઘટાડો થયો નથી. 125ની ઉપર જ નોંધાઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ હાલ મહત્તમ કરાતા આરટીપીસીઆર ટેસ્ટ છે. આ ટેસ્ટમાં પોઝિટિવ કેસો વધુ આવે છે. અગાઉ પણ બન્ને ટેસ્ટમાં વધુ પોઝિટિવ આરટીપીસીઆરમાં જ આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...