તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં મંગળવારે વધુ 2 પાેઝિટિવ સાથે એક્ટિવ કેસ 4, કુલ કેસ1566, કુલ રિકવર 1460

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • નવસારી ગ્રીડ વિસ્તારનંંુ દંપતી પોઝિટિવ

નવસારી જિલ્લામાં 5મીએ 2 કેસ કોરોનાના નોંધાયા બાદ છેલ્લા 3 દિવસથી કોઈ કેસ નોંધાયો ન હતો. જોકે મંગળવારે નવા કેસ બહાર આવ્યા હતા. સોમવારે જે 358 સેમ્પલ લેવાયા હતા તેના મંગળવારે આવેલ રિપોર્ટમાં 2 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે 2 કેસ પોઝિટિવ આવ્યા છે તે બન્ને નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલ પ્રેરણા પાર્ક સોસાયટીના હતા અને એક જ પરિવારના દંપતી છે.

વધુ 2 કેસ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1566 થઈ ગઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે કોઈ દર્દી રિકવર ન થયો હતો અને કુલ રિકવર સંખ્યા 1460 થઈ હતી. એક્ટિવ કેસ જોકે હવે 2થી વધી 4 થયા છે. જેમાં 1 દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યારે અન્ય 3 દર્દી હોમ આઇસોલેશનમાં છે. મંગળવારે પોઝિટિવ આવેલા બન્ને દર્દી હોમ આઇસોલેશનમાં હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો