તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદી:નવસારી જિલ્લામાં દોઢ વરસથી  NRI ન આવી શકતા માર્કેટમાં 70 ટકા ખરીદી ઘટી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીની બઝારના મુખ્ય ગ્રાહક NRI અને ગ્રામ્ય વિસ્તાર
  • મૂળ નવસારીમાં રહેતા પરિવારોની ખરીદી ઘટી

નવસારી જિલ્લાને NRI પંથક તરીકે ઓળખવામાં આવે છે. અહીંના કાંઠા વિસ્તાર સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં મોટા ભાગે અમેરિકા,કેનેડા,લન્ડન, આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોમાં મૂળ નવસારીના પરિવારો વસેલા છે સાથે જ તેઓ દિવાળી બાદ દર વર્ષે સામાજિક પ્રસંગો અર્થે ભારત આવતા હોય છે ત્યારે મૂળ નવસારીના NRI દ્વારા મોટા બજારમાં આવેલી માર્કેટને સારો એવો ફાયદો થતો હોય છે અને સમગ્ર વર્ષની કમાણી દિવાળી બાદના ચાર મહિના માં થતી હોય છે. પણ જ્યારથી આ કોરોના સંક્રમણ વધ્યું છે અને તેના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી છેલ્લા દોઢ-બે વર્ષથી NRI નવસારીમાં આવી શક્યા નથી જેને લઇને તેને સંલગ્ન વેપાર ધંધાને પણ માઠી અસર થવા પામી છે

નવસારી જિલ્લામાં મુખ્યત્વે કાપડ સોના ચાંદી વાસણ ઇમિટેશન જ્વેલરી અને વિદેશમાં એક્સપોર્ટ થતા ધંધા પર લોકડાઉનથી વ્યાપક અસર થવા પામી છે.નવસારીમાં ટાવર વિસ્તાર મુખ્યત્વે NRI સિઝન પર નભતો હોય છે અને સમગ્ર વર્ષના સરેરાશ ટર્ન ઓવર ચાર મહિનામાં કાઢી નાખતા હોય છે. ત્યારે વર્લ્ડ એપેડેમીક ડીસીઝ કોવિડ 19 ની અસર થી મૂળ નવસારીના NRI પરિવારો ભારત માં આવી શક્યા નથી.NRI ગેરહાજરીથી ટાવર વિસ્તારમાં વર્ષોથી વસેલા વેપારીઓને મોટો ફટકો પડયો છે અને વેપાર 15 થી 20 ટકા માં સમેટાઈ ગયો છે,

100 ટકાના વેપારમાં NRI 60 થી 70 ટકાની હિસ્સેદારી ધરાવે છે જે ઘટવા પામી છે. મોટેલમાં સારી કમાણી કરતા NRI ભારતના ઉત્તમ ગ્રાહક બને છેવર્ષમાં એક વખત લગ્ન પ્રસંગે કે અન્ય કારણોસર ભારત આવતા એન.આર.આઇ નવસારીના વેપારીઓ માટે સારા ખરીદારો સાબિત થયા છે સોના ચાંદી ની વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં સારી એવી ખરીદી NRI પરિવારો દ્વારા થતી હોય છે તેવી જ રીતે કાપડ વ્યવસાયમાં પણ NRI શુકનિયાળ સાબિત થયા છે હાલ હાલમાં જ્યારે કોરોના ને લઈને સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને માર્કેટ પહેલાની જેમ ધમધમવા તૈયાર થયું છે ત્યારે નવસારી શહેરના વેપારીઓને આગામી સિઝનમાં NRI આવશે અને સારો વેપાર થશે તેવી આશા બંધાઈ છે.વિદેશમાં થતા એક્સપોર્ટ પર પણ રોક લાગીકાપડના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ ટેલરના જણાવ્યા મુજબ હાલમાં નવસારી ના બજારોમાં ૬૦થી ૭૦ ટકા વેપારનો ગેપ જોવા મળી રહ્યો છે જેને લઇને NRI ન આવવાથી મોટો ફટકો પડયો છે

હાલમાં જ સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને વેકસીનેશન પણ સારી રીતે થઈ રહ્યું છે ત્યારે અમને દિવાળી બાદ લગ્ન સિઝન અને NRI સીઝન માં સારો એવો વેપાર મળશે તેવી આશા છે.ઇમિટેશન જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય શાહના જણાવ્યા મુજબ કોરોના ને કારણે ગ્રાહકોની ખરીદશક્તિ ઓછી થઈ છે અને ફ્લાઈટ ઓપરેટ ન થતા NRI નવસારી આવી શક્યા નથી,જેથી અમને દિવાળી બાદના સારા વેપારની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...