રસીકરણ:નવસારી જિલ્લામાં હજુ 2 લાખથી વધુ લોકોનો બીજો ડોઝ લેવાનો બાકી

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારે વધુ 10 હજારથી વધુને રસી
  • પહેલા ડોઝનું કોવિડ રસીકરણ પૂર્ણતા તરફ

નવસારી જિલ્લામાં પ્રથમ ડોઝનું તો મહત્તમ રસીકરણ પૂર્ણ થવા તરફ છે પરંતુ 2 લાખથી વધુ જણાંનો બીજો ડોઝ બાકી છે.નવસારી જિલ્લામાં 18 વર્ષથી ઉપરની વયના 9.27 લાખ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. હાલ જિલ્લામાં હયાત લોકોમાંથી મહત્તમે પહેલો ડોઝ લઈ લીધો હોય, પહેલા ડોઝનું રસીકરણ હાલ ખુબ જ ઓછુ થઈ રહ્યું છે. જોકે બીજા ડોઝનું હજુ ઘણું રસીકરણ બાકી છે. હાલ સુધીમાં 7.26 લાખ લોકોએ જ હજુ બીજો ડોઝ લીધો છે અને હજુ પહેલો ડોઝ લીધેલ 2 લાખથી વધુનો બીજો ડોઝ બાકી છે.

હાલ ચાલી રહેલા રસીકરણ મહત્તમ બીજા ડોઝનું જ છે. સોમવારે જિલ્લામાં કુલ 10335 જણાંએ કોવિડ રસી લીધી હતી. જેમાં બીજા ડોઝ જ 9989 લોકોએ લીધો હતો. માત્ર 346 લોકોએ જ પહેલો ડોઝ લીધો હતો. તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2703, જલાલપોરમાં 1479, ગણદેવીમાં 1838, ચીખલીમાં 1904, ખેરગામમાં 744 અને વાંસદામાં 1667 લોકોએ રસી લીધી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં 16 જાન્યુઆરી, 2021થી કોવિડ રસીકરણની શરૂઆત થઇ હતી. જેમાં 4 જૂનથી સૌથી મોટુ રસીકરણ શરૂ થયું હતું. જેમાં 18થી 44 વર્ષ વચ્ચેના લોકોને રસી આપવાની શરૂઆત થઇ હતી. જિલ્લામાં હાલ સુધીમાં મહત્તમ ગામોમાં રસીપાત્ર 100 ટકા લોકોએ પહેલો ડોઝ લઇ લીધો છે.

સોમવારે કોરોનાનો અેકપણ કેસ નહીં
જિલ્લામાં સોમવારે કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસની સંખ્યા 7255 જ રહી હતી. સારવાર લેતો વધુ 1 કોરોના દર્દી રિકવર થતા કુલ રિકવર સંખ્યા 7055 થઈ હતી. એક્ટિવ કેસ ઘટીને 7 રહ્યાં છે. જેમાં 3 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને 4 જણાં હોમ આઈસોલેશનમાં જ છે.

અન્ય સમાચારો પણ છે...