વન મહોત્સવની ઉજવણી:નવસારી જિલ્લામાં સરકારી અધિકારીઓએ વૃક્ષો વાવીને પર્યાવરણ જતનનો સંદેશ વહેતો કર્યો

નવસારી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેલ પરિસરમાં પણ વૃક્ષારોપણ કરવામા આવ્યું

શહેરમાં સિમેન્ટના જંગલો વધતા તેની સીધી અસર પર્યાવરણ પર પડી રહી છે. જેથી કુદરતી ઋતુચક્રમાં વિક્ષેપ પડતા ચોમાસું, શિયાળો ઉનાળાની ઋતુ ખોરવાઈ છે. ત્યારે પ્રકૃતિની રક્ષા કરવા માટે ફરજિયાત વૃક્ષ વાવવું એ પ્રાથમિક વિકલ્પ છે ત્યારે રાજ્ય સરકારે પણ વૃક્ષોના જતન અને પર્યાવરણ ને હરિયાળું બનાવવા માટે વન મહોત્સવની ઉજવણી શરૂ કરી છે.જેના ભાગરૂપે આજે વિવિધ સરકારી અધિકારીઓએ પોતાના કચેરીના પ્રાંગણમાં વૃક્ષો વાવીને ગ્રીન રીવોલ્યુશન માટે એક ડગલું આગળ વધ્યા છે.

નવસારી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ વૃક્ષ વાવીને પોતાની કચેરીને હરિયાળી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ સબજેલ ખાતે પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ ઉપરાંત જેલ અધિક્ષક નાગજી દેસાઈ દ્વારા જેલ પરિસરમાં વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી દેશનો દરેક નાગરિક જો પોતાના આજુબાજુમાં નિયમિત વૃક્ષારોપણ કરે તો વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ઘટશે અને શ્વાસોશ્વાસ માટે ઉપયોગી ઓક્સિજનના પ્રમાણમાં વધારો થશે એ વાત નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...