તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાતની રખડ પટ્ટી:નવસારી શહેરમાં નાઈટ કરફ્યુમાં જાહેરનામા ભંગના અત્યાર સુધીમાં પોણા ચાર હજાર કેસ નોંધાયા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં એપ્રિલથી લાગુ નાઈટ કરફ્યુ હટાવી લેવાયો, જાહેરનામા ભંગના કુલ 3776 કેસ નોંધાયા

કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે અનેક શહેરોમાં નિયંત્રણો પણ હળવા કર્યા છે જે પૈકી નાઈટ કરફ્યુ મહાનગરો સિવાય તમામ જિલ્લામાંથી હટાવી લેવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં પણ નાઈટ કર્યું 28મી એપ્રિલથી અમલી બન્યો હતો એ દરમિયાન અનેક જાહેરનામાના કેસ નોંધાયા છે જે પૈકી જિલ્લા પોલીસે નાઈટ કરફ્યુ દરમિયાન કારણ વગર બહાર આવનાર લોકો પર કરેલા કેસની વિગત જાહેર કરી છે.

જેમાં જાહેરનામાં ભંગના કુલ 3776 જેટલા કેસ નોંધાયા છે.જાહેરનામાં ભંગના નોંધાયેલાં 3776 જેટલા કેસમાં અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો નવસારી ટાઉનમાં 964 જેટલા કેસ રજિસ્ટર થયા છે, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં સૌથી વધુ 1789 કેટલા કેસ રજિસ્ટર થયા છે, જલાલપુર પોલીસ સ્ટેશનમાં સૌથી ઓછા 350 જેટલા કેસ નોંધાયા છે અને વિજલપુર પોલીસ સ્ટેશન મથકમાં 673 જેટલા કેસ મળી કુલ ચાર પોલીસ સ્ટેશનમાં 3776 જેટલા કેસ નોંધાવા પામ્યા છે.

નાઈટ કરફ્યુ દરમિયાન શરૂઆતમાં રાત્રિના આઠ વાગ્યાથી છ વાગ્યા સુધી અમલી બન્યું હતું જેમાં સૌથી વધારે મુશ્કેલી સુરત અપડાઉન કરતા વર્ગને પડી હતી જેમાં તેઓ સુરતથી મોડા આવતાં જે તે પોલીસ હદ મથક વિસ્તારમાં બહાર આવવાનું કારણ આપવું પડતું હતું જેને લઇને અપડાઉન કરતા વર્ગને આ કરફ્યુમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પોલીસે નાઈટ કરફ્યુના શરૂઆતના પાંચ દિવસ સુધી લોકોને અપીલ કરીને કોઈ કાયદેસર કાર્યવાહી કરી નહોતી પણ કેટલાક તત્વો બિનજરૂરી અને કારણ વગર ઘરની બહાર આવતા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી દરમિયાન લોકો સાથે પોલીસ કર્મીઓ સાથે ચકમક પણ થઈ હતી

કોરોના કેસ નવસારી શહેરમાં ઘટકા રાજ્ય સરકારે તબક્કાવાર નાઈટ કરવાનો સમય આવ્યો હતો. જેમાં સૌથી વધુ આઠ વાગ્યાના સમય બાદ એક કલાકનો ઘટાડો કરીને નવથી છ વાગ્યાનો સમય રાખ્યો હતો અને ત્યારબાદ વધુ કેસ ઘટતા અંતિમ તબક્કામાં રાત્રીના દસ વાગ્યા સુધી નાઈટ કર્યું અમલી બનાવવામાં આવ્યો હતો.હાલમાં જ્યારે નવસારી જિલ્લામાં દરરોજ 1થી 2 જેટલા કોરોના કેસ નોંધાય છે, ત્યારે રાજ્ય સરકારે બીજા અન્ય શહેરો સાથે નવસારી જિલ્લામાં પણ નાઈટ કરફ્યુ ઉઠાવી લીધો છે. જેને લઇને રાત્રી દરમિયાન જરૂરી કામ અર્થે બહાર આવતા લોકો માટે મોટી રાહત થઇ છે, પણ હજુ સુધી કોરોના જિલ્લામાં સંપૂર્ણપણે નાબૂદ થયો નથી તેને લઈને લોકોએ જાગૃત બની રાત્રિના સમયે પહેલવાન નીકળે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...