• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari District, Four People Tried To Commit Suicide By Consuming Poisonous Drug In 24 Hours, Fortunately Four People Were Rescued.

સંયમ તૂટ્યો:નવસારી જિલ્લામાં 24 કલાકમાં ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સદનસીબે ચારે'ય લોકોનો બચાવ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા નદીમાં કૂદી આત્મહત્યાના પ્રયાસના ચાર બનાવ બન્યા હતા

નવસારી જિલ્લામાં દિનપ્રતિદિન આત્મહત્યા કરવાના બનાવો માં એકાએક વધારો થયો છે, છેલ્લા દોઢ મહિના દરમિયાન ચાર જેટલા લોકોએ નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કર્યાની ઘટના હજી તાજી જ છે. ત્યાં છેલ્લા 24 કલાકની અંદર નવા ચાર લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જેની ફરિયાદ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાય છે.

નવસારી જિલ્લામાં આજે ઝેરી દવા પી ને આત્મહત્યા કરવાના પ્રયાસ કરનાર યુવાનની વાત કરીએ તો પ્રથમ પ્રયાસ જલાલપોરના સાગરા PHC માં નવસારીના 25 વર્ષિય નિલેશ ધંધાલિયાએ ઝેરી દવા ગટગટાવી, નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે,બીજો પ્રયાસ નવસારી તાલુકાના મહુડી ગામના 22 વર્ષિય વિનય પટેલે અગમ્ય કારણસર ઝેરી દવા ગતગટાવતા સારવાર હેઠળ ખસેડાયો.ત્રીજો પ્રયાસ નવસારીના છાપરા રોડ પર પંચવટી સોસાયટી પાસે ખુલ્લા પડાવમાં રહેતા 17 વર્ષિય રમેશ વળવીએ ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.ચોથો પ્રયાસ ચીખલી તાલુકાના દેગામ ગામે મામાના ઘરે આંતલિયાની 18 વર્ષિય પ્રતિક્ષા પટેલે એસિડ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે.અત્રે નોંધનીય છે કે, નવસારી શહેરને અડીને આવેલી પૂર્ણા નદીમાં એક મહિનાના અંતરાલ ના જ ત્રણ જેટલા લોકોએ આપઘાત પગલું ભરીને મોતની છલાંગ લગાવી છે જેમાં 3 ના મોત થયા છે અને 1 ની લાશ મળી નથી.

શહેરના શિક્ષણ સાથે જોડાયેલા બુદ્ધિજીવી ધર્મેશ કાપડિયા ના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં લોકો આર્થિક રીતે પાયમાલ મુશ્કેલી વેઠી રહ્યાં છે,જે આત્મહત્યાના પ્રયાસમાં મુખ્ય કારણ સામે આવ્યું છે. બીજા કારણમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાથી યુવાનો મોટાભાગે આત્મહત્યાનો માર્ગ અપનાવતા હોય છે સાથે જ મોબાઈલ નું વળગણ પણ આત્મહત્યામાં જવાબદાર છે. યુવાનો મોટાભાગે તેમની સમસ્યા કોઈની સાથે વહેચતા નથી તેને કારણે ડિપ્રેશન વધી રહ્યું છે અને આત્મહત્યાની સંખ્યા વધી રહી છે નવસારીમાં આજે ૨૪ કલાકમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના પ્રયાસ બનાવો ગંભીર બાબત છે.

અન્ય સમાચારો પણ છે...