કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં આજે 3 વર્ષના બાળક સહિત કોરોના ચાર કેસ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 13 ઉપર પહોંચી

કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ કાબુમાં આવ્યું છે, ત્યારે આજે નવસારી જિલ્લામાં ફરી એક ત્રણ વર્ષના બાળક સહિત ચાર કોરોનાના ચાર કેસ નોંધાયા છે. આ સાથે જ નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 13 ઉપર પહોંચી છે. તો દિવાળીના દિવસોમાં કેસ વધતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોના વાયરસ હજીયે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ભારતમાં પણ રોજેરોજ હજારો કેસો નોંધાઈ રહ્યાં છે. અગાઉના કેટલાક મહિનાઓની સરખામણીએ સ્થિતિ અંકુશમાં જરૂર છે, પરંતુ તહેવારોના દિવસોમાં કેટલાક રાજ્યો-શહેરોમાં વધી રહેલાં કેસોએ લોકોની ચિંતા વધારી છે. નવસારી શહેર-જિલ્લાની વાત કરીએ તો 28 ઓગસ્ટના રોજ સમગ્ર જિલ્લામાં એકપણ કેસ નોંધાયો ન હતો અને એકાદ મહિનાથી વધુ સમય માટે સમગ્ર જિલ્લો કોરોનામુક્ત થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ એકલ-દોકલ અને ક્યારેક ત્રણ-ચાર કેસ એકસાથે નોંધાતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. જેમાં આજે નોંધાયેલા 4 કેસ પૈકી 3 વર્ષનો છોકરો પોઝિટિવ જાહેર થતા આરોગ્ય વિભાગ સાથે અન્ય વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે.

નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે કુલ 995 લોકોનું પરીક્ષણ કરાયું હતું, જે પૈકી ચાર દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે પણ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હતાં અને તે રીતે બે જ દિવસમાં સાત કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 7 હજાર 726 થઈ છે. આજના નવા ચાર પોઝિટિવ દર્દીઓ સામે ત્રણ દર્દીઓ સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ સારવાર હેઠળના એટલે કે એક્ટિવ કેસના કુલ દર્દીઓની સંખ્યા 13 થઈ છે. અત્રે નોંધનીય છે કે, કોરોના નવસારી જિલ્લામાંથી અત્યાર સુધી 193 લોકોને પોતાના ખપ્પરમાં લઈ ચૂક્યો છે. દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે કેસોની સંખ્યા વધતાં સરકારી તંત્ર ચિંતિત બન્યું છે અને લોકોમાં પણ ભયની લાગણી ફરી વળી છે.

અન્ય સમાચારો પણ છે...