તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં છેલ્લા 2 મહિનામાં 91 કેસ પોઝિટિવ, એકપણ મૃત્યુ નહીં

નવસારી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 11 ડિસેમ્બરે છેલ્લું મૃત્યુ નોંધાયું હતું, હાલ માત્ર 5 કેસ એક્ટિવ

નવસારી જિલ્લામાં 11 ડિસેમ્બરે એક કોરોનાના દર્દીનું મૃત્યુ થયું હતું. વિજલપોરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીનું મૃત્યુ થયુ હતું. આ મૃત્યુ સાથે જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ મૃત્યુઆંક 102 થયો હતો. ઉક્ત મૃત્યુને 2 મહિના થઈ ગયા છે, જેમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. અહીં ઉલ્લેખનીય છે કે 11 ડિસેમ્બર બાદ હાલ સુધીમાં જિલ્લામાં કુલ 91 પોઝિટિવ કેસ નવા નોંધાયા છે પણ સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી અને રિકવર થયા છે. એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો જ થતો રહ્યો છે અને હાલ માત્ર 5 જ એક્ટિવ કેસ રહ્યા છે.

સતત ત્રીજા દિવસે કોવિડનો નવો કેસ નહીં
નવસારી જિલ્લામાં શનિવારે લેવાયેલ 311 સેમ્પલોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સતત ત્રીજા દિવસે કોઈ જ કેસ નોંધાયો ન હતો. જિલ્લામાં કુલ કેસનો આ 1567 જ રહ્યો છે. નવો કોઈ દર્દી રિકવર થયો ન હતો અને કુલ રિકવર સંખ્યા 1460 રહી છે.હાલ એક્ટિવ કેસ 5 જ છે.

ગંભીર દર્દી ખૂબ ઓછા, મહત્તમ હોમ આઇસોલેશનમાં
જિલ્લામાં પોઝિટિવ આવેલ દર્દીઓ આઈસીયુ યા વેન્ટિલેટર પર રખાયાનું હાલના દિવસોમાં જૂજ જોવાયું છે. પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ઓછી જરૂર પડી રહી છે અને મહત્તમ દર્દીઓને હોમ આઇસોલેશનમાં જ રખાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો