તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત, આજે નવા 20 કેસ સામે 43 દર્દી સ્વસ્થ થયા

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 411 થઈ

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાતા અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંક 6 હજાર 936 પર પહોંચ્યો છે.

જિલ્લામાં આજે વધુ 43 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહેતા અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 6 હજાર 341 પર પહોંચી ચૂકી છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 411 છે.નવસારી જિલ્લામાં કોરોનાના કારણે આજદિન સુધીમાં કુલ 184 લોકોએ જીવ ગુમાવ્યો છે.

જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ તો ઘટી રહ્યું છે પરંતુ, સાથે મ્યુકરમાઈકોસિસના એકલ દોકલ કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લાના ચીખલી તાલુકામાં આજે મ્યુકરમાઈકોસિસનો એક કેસ નોંધાત જિલ્લામાં નોંધાયેલા કુલ કેસનો આંક 29 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના કારણે 4 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...