તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSC બોર્ડનું પરિણામ જાહેર:નવસારી જિલ્લામાં 339 છાત્રને A1, 1123ને A2 ગ્રેડ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ 19794 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, માર્કસની લહાણી કરાઇ

ગુજરાત માધ્યમિક એજ્યુકેશન બોર્ડનું મંગળવારે મોડી સાંજે જાહેર થયું હતું. સમગ્ર રાજ્યનું પરિણામ 100 ટકા છે ત્યારે નવસારી જિલ્લા પણ માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં A-1 ગ્રેડમાં 339 છાત્ર આવતા વાલીઓમાં ખુશીનું મોજુ ફેલાયું છે.

નવસારી જિલ્લાનું ધોરણ-10નું મોડી 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીમાં ધોરણ-10 બોર્ડનું પરિણામ 100 ટકા છે. માસ પ્રમોશનના કારણે ધોરણ-10નું પરિણામ ધોરણ-9 અને તેના આગલા વર્ષોના પરિણામને આધારે બનાવવામાં આવ્યું છે. નવસારીમાં ધોરણ-10મા 19794 જેટલા છાત્ર નોંધાયા હતા. જેમાં A1 ગ્રેડમાં 339 છાત્ર પાસ થયા છે.

જ્યારે A2માં 1123 છાત્ર, B1મા 1862, B2માં 2890, જ્યારે C1મા 4215 અને C2માં 4349 છાત્ર, D ગ્રેડમાં 5016 છાત્રને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં ધો-10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ ધો-11માં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યા છે.

શાળામાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હોય વર્ગો પણ વધારવું પડશે. જેને લઇ શાળા સંચાલકો માટે પણ ચાલુ વર્ષે ધો-11માં પ્રવેશ મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. જોકે, પરિણામ જોતાં વિદ્યાર્થીઓ માટે પણ અન્ય શાળામાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બનશે.

ઓરીજીનલ માર્કશીટ આવતા વાર લાગે તેવી શક્યતા, હાલ પ્રિન્ટેડ અપાશે
ધોરણ-10નું પરિણામ મંગળવારે સાંજે 8 વાગ્યે GSEBની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ પરિણામ વિદ્યાર્થીઓ ડાયરેક્ટ પરિણામ નહીં જોઇ શકે. ફક્ત શાળાઓ જ વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે. વિદ્યાર્થીઓ સુધી પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે. આ માટે 30મી જૂને દરેક શાળા છાત્રોને જાણ કરી પ્રિન્ટ કરેલી માર્કશીટ આપશે. જ્યારે બોર્ડની માર્કશીટ આવવામાં હજુ વાર લાગશે તેવી માહિતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...