તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભણતર સાથે ગણતરની કસોટી:નવસારી જિલ્લામાંધોરણ10ના 21074, ધોરણ12ના 12885 છાત્રો પરીક્ષા આપશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10મી મેથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
 • આેફલાઇન અભ્યાસ શરૂ થયાના માત્ર અેક માસમાં જ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરાયું

ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12નાં બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો છે. જેમાં 10મી મેથી 25મી મે દરમિયાન બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ધો. 10 અને ધો. 12નાં બોર્ડનાં 33959 છાત્રો પરીક્ષા આપનાર છે. નવસારી જિલ્લામાં 10મી જાન્યુઆરીથી ઓફલાઈન શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે છાત્રો અને વાલીઓમાં પણ હવે બોર્ડની પરીક્ષાની તારીખો નક્કી થઈ જતા થોડું ટેન્શન રહેશે. જોકે આ વર્ષે બોર્ડ દ્વારા અભ્યાસક્રમોમાં 30 ટકાનો ઘટાડો અને હેતુલક્ષી પ્રશ્નોમાં વધારો કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં કોરોનાનાં સંક્રમણના 10 માસ બાદ 10મી જાન્યુઆરીથી બોર્ડનાં ધો.10 અને ધો.12નાં છાત્રો માટે ઓફલાઈન વર્ગોની શરૂઆત કરવામાં આવી હતી. હાલ એક માસ વીત્યા બાદ બુધવારે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10મી મેથી બોર્ડની પરીક્ષા શરૂ થશે. નવસારી જિલ્લામાં હાલમાં ધોરણ-10ની 189 શાળાનાં 21074 છાત્રો અને ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં 8426 અને વિજ્ઞાન પ્રવાહમાં 4459 છાત્રોની પરીક્ષા આપવા નોંધણી થઈ હોવાનું શિક્ષણના સૂત્રોએ માહિતી આપી હતી. નવસારી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12નાં ૩૩539 છાત્રો પરીક્ષા આપનાર છે તે માટે શિક્ષણ તંત્ર પણ હવે સજ્જ થશે.

આેફલાઇન અભ્યાસ શરૂ થયાના એક જ માસમાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવતા છાત્રો અને વાલીઓમાં થોડું ટેન્શન ઉભું થયું છે. કોરોનાનાં કારણે આ વર્ષે ૩૦ ટકાનો અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને છાત્રોએ 70 ટકા જ અભ્યાસ કરવાનો રહેશે. જેને લીધે વાલીઓની ચિંતા થોડી હળવી થઇ છે. 10મી મેથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં ધોરણ-10નું પ્રથમ પેપર ગુજરાતી, ધોરણ-12માં એકાઉન્ટ અને વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીક્સનું પેપર રહેશે. 15 દિવસ પરીક્ષા ચાલનાર હોય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ પરીક્ષાની કામગીરી માટે સજ્જ બની છે.

કાેરાેનાને કારણે વિદ્યાર્થીઓને આટલી રાહત
કોરોનાને કારણે ઓનલાઈન અભ્યાસ બાદ 10મી જાન્યુઆરીથી બોર્ડનાં છાત્રો માટે ઓફલાઈન વર્ગોની શરૂઆત થઈ છે. 10મી મે 2021 થી પરીક્ષા લેવાનાર છે પણ તેમાં ૩૦ ટકા અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવ્યો છે. ધોરણ-10 માં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાની જગ્યાએ ૩૦ ટકા કરવામાં આવ્યો છે, એવી જ રીતે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રશ્નપત્રમાં 50 ટકા બહુવિકલ્પ પ્રશ્નો અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રાખવામાં આવ્યા છે. વર્ણનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનની જગ્યાએ જનરલ ઓપ્શન આપવામાં આવ્યા છે,જે ફેરફાર અન્વયે તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં નમૂનાના પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો