કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં 6 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સહિત 21 નવા કેસ, એક્ટિવ કેસનો આંક 64 પર પહોંચ્યો

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગએ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર શિક્ષણ કાર્ય શરૂ કર્યું
  • 6 સભ્યોની સ્કવોડ શાળાઓનું આકસ્મિક ચેકિંગ કરશે

નવસારી જિલ્લામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જિલ્લામાં આજે 6 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો મળી નવા 21 કેસ નોંધાયા છે. કેસમાં ઉછાળાના કારણે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 64 પર પહોંચ્યો છે.

કોરોના સંક્રમણની સૌથી વધુ અસર શિક્ષણ વિભાગમાં થઈ છે જે પૈકી આજે 6 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો સંક્રમિત બનતા શિક્ષણ વિભાગ સંકટમાં મુકાયું છે.માંડ માંડ શિક્ષણ વિભાગ મુખ્ય ધારામાં પ્રવેશ્યું જ હતું કે કોરોનાએ શાળાઓને ભરડામાં લેવાની શરૂઆત કરી છે.

વેક્સિનેશન આશાનું કિરણ

આવતીકાલે જિલ્લામાં 57000 કિશોર-કિશોરીઓના વેક્સિનેશનની શરૂઆત થવા જઈ રહી છે.250 સેન્ટરમાં 550 જેટલા આરોગ્ય કર્મીઓ આ કાર્યની શરૂઆત કરશે ત્યારે વિદ્યાર્થીઓ માં વધતા સંક્રમણ ને રોકવા માટે આ કામગીરી અસરકારક સાબિત થશે.

દિવાળી બાદ કોરોના સંપૂર્ણપણે જિલ્લામાંથી નાબૂદ થયું હોય તેવું માનીને શહેરીજનો બિન્દાસપણે SOP ના નિયમો નેવે મૂકીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર શહેરમાં ફરતાં હોય તેવા દ્રશ્યો આમવાત બની હતી ત્યારે સમગ્ર બેદરકારી ના કારણભૂત આજે નવસારીમાં 21 જેટલા કેસ પોઝિટિવ આવતા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે.

આજના કેસની હિસ્ટ્રી

આજે કોરોનાના 21 પૈકી 6 જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે જેમાં 3 વિદ્યાર્થીઓ AB હાઈસ્કૂલના 1 વિદ્યાર્થી 7 DAYS હાઈસ્કૂલનો 1 વિદ્યાર્થી જી.ડી.ગોયેન્કા સુરતમાં અભ્યાસ કરે છે.અને 1 વિદ્યાર્થીની શાળા અંગે આરોગ્ય વિભાગને જાણ થઈ નથી. 3 શિક્ષકો પૈકી 2 ડાંગમાં અને 1 સુરત ખાતે નોકરી કરે છે.એક્ટિવ કેસની વાત કરવામાં હવે તો તેનો આંક 64 પર પહોંચ્યો છે. કુલ કોરોના કેસ 7421 થયા છે.

અન્ય સમાચારો પણ છે...