તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં આજે 122 નવા કેસ સામે 153 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કારણે એક દર્દીનું મોત

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે જિલ્લામાં નવા 122 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 5555 પર પહોંચી ચૂક્યો છે. બીજી આજે તરફ સુખદ સમાચાર કહી શકાય કે 153 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે.અને જિલ્લામાં રિકવરી રેટ વધી રહ્યો છે જે સકારાત્મક સમાચાર કહી શકાય,જો સ્થિત સામાન્ય રહી તો તમામ નિયંત્રણો દૂર થવાની શક્યતા છે.અત્યાર સુધી 4213 દર્દીઓને રજા મળી છે. આજે કોરોનાથી એક દર્દીનું મોત નોંધાયું છે, તેથી કુલ મૃત્યુ આંક 136 પર પહોંચ્યો છે. જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 1206 છે. શહેરના મોબાઈલ અને એસેસરીઝ વિક્રેતા ઓ એ સવારે 9 થી 4 વગાય સુધી વેપારની માંગ કરી છે,હવે શહેરમાં ધીરે ધીરે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે જેને લઈને અવાર નવાર કલેકટર ને આવેદન અપાઈ રહ્યા છે,

અન્ય સમાચારો પણ છે...