તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણના ઘટાડો યથાવત, આજે નવા 9 કેસ સામે 15 દર્દી સ્વસ્થ થયા

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 119 થઈ
  • સતત છઠ્ઠા દિવસે જિલ્લામાં કોઈ મૃત્યુ નહી

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર તબક્કાવાર ઓછો થયો હોય તેમ કેસના આંકડાઓ પરથી ફલિત થયું છે. આજે જિલ્લામાં નવા 9 કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંક 7096પર પહોંચી ચૂક્યો છે.

અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6778 દર્દીઓને રજા મળી

બીજી તરફ સુખદ સમાચાર કહી શકાય કે 15 દર્દીઓ કોરોનાને પછાડીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. અને જિલ્લામાં રિકવરી રેટ ઝડપી રીતે વધી રહ્યો છે. જેથી આગામી સમયમાં વેપાર-ધંધા ફૂલ ટાઈમ શરૂ રહી શકે તેવી સંભાવના જોવાઇ રહી છે. અને નાઈટ કરફ્યુ પણ દૂર થઇ શકે છે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી કોરોનાથી સાજા થઈ 6778 દર્દીઓને રજા મળી છે.

જિલ્લાનો કુલ મૃત્યુ આંક 189 પર પહોંચ્યો

આજે કોરોનાથી સુખદ કહી શકાય તેમ સતત છઠ્ઠા દિવસે એકપણ દર્દીનું મોત નોંધાયુ નથી. તેમજ જિલ્લાનો કુલ મૃત્યુ આંક 189 પર પહોંચ્યો છે. તથા જિલ્લામાં એક્ટિવ કેસ પર નજર નાખીએ તો તેનો આંક 119 છે.

અન્ય સમાચારો પણ છે...