તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 14 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 52 પર પહોંચી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1660 થઈ

જિલ્લામાં અનેક મહિનાઓ બાદ કોરોના કેસની સંખ્યા એક દિવસમાં 10 ને પાર પહોંચીને 14 થઈ છે,જિલ્લામાં હાલમાં કુલ 1660 કેસ પોઝિટિવ નોંધાયા છે,52 દર્દીઓ સારવાર હેઠળ છે,સુરત થી અપડાઉન કરતા વર્ગ અને મહારાષ્ટ્ર થી આવતા લોકો સંક્રમણ ને લઈને સ્પ્રેડર સાબિત થવાની સભાવન રહેલી છે,જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે.

સાથે શહેરીજનોને એ પણ સજાગ થઈ સોશ્યલ ડિસ્ટન્સ સાથે સતત માસ્ક ના નિયમોનું પાલન કરવાની જરૂર છે,નવસારીના પાડોશી શહેર સુરતમાં જે રીતે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થયો છે તેને જોતા નવસારી માં પણ ધીમી ગતિએ કોરોનાના આંક માં થયેલા આજના વધારા થી ચેતવાની જરૂર છે

જિલ્લામાં હાલમાં બેવડા વાતાવરણ નો અનુભવ થઈ રહ્યો છે વહેલી સવારે ઠંડી અને બપોરે કાળઝાર ગરમી થી શરીર તાપમાન નું બેલેન્સ જાળવી શકતું નથી જેને લઈને વાઇરલ ફીવર ના કેસ પણ વધ્યા તેને જોતા આરોગ્ય તંત્રએ પાગલ લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે નાના ક્લિનિક અને હોસ્પિટલ માં સાદો તાવ અને શરદી ખાસીની ફરિયાદ ધરાવતા દર્દીઓની સખ્યામાં વધારો થયો છે,જે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો