તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત,આજે નવા 129 કેસ નોંધાયા

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 82 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1219 થઈ

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 129 નવા કેસ નોંધાતા જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 5 હજાર 808 પર પહોંચ્યો છે.

નવસારી જિલ્લામાં આજે 129 નવા કેસ નોંધાયા હતા તો સામે 82 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહેતા ડીસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં હવે ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4 હજાર 445 પર પહોંચી ચૂકી છે. જિલ્લામાં હાલ 1 હજાર 219 એક્ટિવ કેસ છે.

નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગના મતે આજદિન સુધીમાં કોરોનાના કારણે 144 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2 લાખ 55 હજાર ટેસ્ટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...