સાયન્સ પરિણામ:નવસારી જિલ્લામાં 12 સાયન્સ પરિણામ 71.21 ટકા રહ્યું, વાલી શિક્ષકો પરિણામથી ખુશ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકમાત્ર ડાંગ જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થી A1માં નથી, પરિણામ 70.42 ટકા રહ્યું
  • AB સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો
  • ઉંચા પરિણામને લઇ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે છાત્રોને મુશ્કેલીના એંધાણ
  • A-1 ગ્રેડમાં 15 અને A-2માં 147 ​​​​​​​છાત્રો​​​​​​​ ઉત્તીર્ણ થયા, નવસારી જિલ્લામાં ટોપટોપ છાત્રોમાં સૌથી વધુ 11 છાત્રાઓએ બાજી મારી ડંકો વગાડ્યો

ગુજરાત રાજ્યમાં આજે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જેમાં સમગ્ર રાજ્યનું 72.02 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં નવસારી જિલ્લાનું 71.21 ટકા પરિણામ જાહેર થયું હતું. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળની અસરમાંથી માંડ માંડ બહાર આવેલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વખતે શિક્ષણશાસ્ત્રીઓ મુજબ ગુજરાત તેમજ નવસારીનું પરિણામ ધાર્યા કરતા સારું રહ્યું છે.

નવસારી જિલ્લાના કુલ 15 A ગ્રેડમાંથી AB સ્કૂલના 8 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો છે અને 146 જેટલા વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ગણદેવી તાલુકાના ખખવાડા ગામે રહેતી હાર્દિ નાયક એ જિલ્લામાં 95.84ટકા મેળવી પ્રથમ ક્રમાંક હાસલ કર્યો છે. તેણે ઓનલાઇન અને ઓફલાઇન બંને પદ્ધતિનું શિક્ષણ મેળવ્યું હતું અને રોજ 4 કલાક થી વધુ તે અભ્યાસ અને વાંચન કરતી હતી તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરે છે અને માતા ગૃહિણી છે આગળ જઈને તેને કોમ્પ્યુટરમાં B -TECH કરવું છે. પરીક્ષાના ભયથી હતાશ વિદ્યાર્થીઓ માટે તેણે સંદેશો આપ્યો છે કે આપઘાત કરીને ભાગવું એ જીવનનો કોઈ રસ્તો નથી સખત મહેનત નો કોઈ વિકલ્પ નથી જેથી દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા થી ડરવું જોઈએ નહીં.

નવસારી તાલુકામાં આવેલી આદર્શ નિવાસી શાળા નું 100 ટકા પરિણામ આવ્યું હતું ત્યારબાદ આર એન નાયક સાર્વજનિક હાઈસ્કૂલ અને ભારત દર્શન હાઇસ્કુલ નું 98.48ટકા પરિણામ આવ્યું હતું આમ નવસારી જિલ્લામાં તાલુકાની શાળાએ 100% પરિણામ લાવવામાં સફળતા મેળવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ ટંડેલના જણાવ્યા મુજબ નવસારી જિલ્લાનું પરિણામ સારું આવ્યું છે. વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગના કર્મચારીઓની સંયુક્ત મહેનત ના ભાગરૂપે પરિણામ જિલ્લાની જોવા મળ્યું છે.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની યાદી
નવસારી જિલ્લામાં ગ્રેડ પ્રમાણે યાદી જોઇએ તો A1ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. જ્યારે A2 ગ્રેડમાં 146વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા એ જ રીતે B1માં 361, B2માં 599, C1માં 786, C2માં 890, Dમાં 209 અને E1માં બે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા જ્યારે 1223 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા જેના પરિણામે જિલ્લામાં કુલ પરિણામ 71.21 ટકા રહ્યું હતું.

ડાંગ સાથે દીવની પણ A1માં સ્થિતિ કથળી
સમગ્ર ગુજરાત રાજ્યમાં અહીંનો ડાંગ જિલ્લો જ એકમાત્ર જિલ્લો પરીક્ષા પરિણામમાં એવો રહ્યો છે, જેમાં એ-1 અને એ-2માં કોઈપણ વિદ્યાર્થી નથી. જિલ્લામાં 311 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાં એ-1 અને એ-2 ગ્રેડમાં કોઈ વિદ્યાર્થી આવ્યો નથી. દીવમાં પણ આજ સ્થિતિ રહી છે. જોકે દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે, ગુજરાત રાજ્યમાં નથી. જો કે સમગ્ર રાજ્યમાં તેની ગણતરી કરાતા બંનેની સ્થિતિ સરખી જોવા મળી હતી.

સેન્ટ્રલાઈઝડ એડમિશનથી પ્રવેશની શકયતા
નવસારી જિલ્લામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ બાબતે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા હજુ કોઈ સૂચના આપવામાં આવી નથી. પરિણામ વધુ આવ્યું હોય પ્રવેશ બાબતે છાત્રોને થોડી મુશ્કેલી પડશે એમ લાગી રહ્યું છે. દરેક કોલેજમાં બેઠક વ્યવસ્થાને ધ્યાને લઇ પ્રવેશ તેને આધારે જ આપશે તેમ લાગી રહ્યું છે. કોલેજમાં સેન્ટ્રલાઈઝડ એડમિશન થશે તેવી માહિતી મળી છે.

હાર્દિ નાયકને B -TECHનો અભ્યાસ કરવો છે
હાર્દિ નાયકે જિલ્લામાં 95.84 ટકા મેળવી પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તેણે ઓનલાઇન અને ઓફલાઇન બંને પદ્ધતિનું શિક્ષણ મેળવ્યું હતું અને રોજ 4 કલાકથી વધુ તેણી અભ્યાસ અને વાંચન કરતી હતી. તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરે છે અને માતા ગૃહિણી છે. આગળ જઈને હાર્દિને કોમ્પ્યુટરમાં B -TECH કરવું છે

કોવિડની સ્થિતિ છતા પરિણામ સારૂ રહ્યું
વર્ષ-2020માં સાયન્સમાં 71 ટકા જેટલું રિઝલ્ટ રહ્યું હતું જ્યારે હાલ તેનાથી વધીને 72 ટકા થયું આ ઉપરાંત તે વખતની સરખામણીએ A1 ગ્રેડમાં 10થી પણ ઓછા િવદ્યાર્થીઓ આવ્યા હતા. જ્યારે હાલ એની સંખ્યા 15 થઇ છે. કોવિડની સ્થિતિમાં પેપર સ્ટાઇલને લઇ િવદ્યાર્થીઓને ફાયદો થયો છે. - અંકુરભાઇ બોડા,શિક્ષણવિદ.

અન્ય સમાચારો પણ છે...