રજૂઆત:નવસારીમાં ડાયમંડ એસો.ને ટ્રેન સ્ટોપેજ બાબતે રેલવે મંત્રી પાસે નિરાશા જ મળી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે કમિટીના સભ્ય સાથે ભાજપના હોદ્દેદારોની રેલવે મંત્રીને રજૂઆત - Divya Bhaskar
રેલવે કમિટીના સભ્ય સાથે ભાજપના હોદ્દેદારોની રેલવે મંત્રીને રજૂઆત
  • નવસારીના હીરાના વેપારીઓએ તાજેતરમાં ટ્રેનોના સ્ટોપેજ બાબતે કમલમમાં રજૂઆત કરી હતી

નવસારીમાં બપોરના સમયે સુરત જતા હીરાના વેપારીઓને કોરોના પહેલા બંધ થયેલી ટ્રેન શરૂ કરવા સહિત અન્ય ટ્રેનોના સ્ટોપેજ બાબતે વારંવાર માગણી કરાઈ પણ આ બાબતે સાંસદો કે ધારાસભ્યનું પશ્ચિમ રેલવેના અધિકારીઓ માંગણી નહીં સ્વીકારતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતે એક સપ્તાહ પહેલા નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા ભાજપના કાર્યાલય ઉપર જઈ ધારાસભ્યને રજૂઆત કરી હતી.

જેમાં નવસારી રેલવે સ્ટેશન ઉચ્ચ વર્ગનું હોવા છતાં ટ્રેનોના સ્ટોપેજ બાબતે અન્યાય સહન કરતા હોય અને કોરોના બાદ ઘણી ટ્રેનો બંધ થઈ જતા નવસારી ડાયમંડ એસોસિએશનના અને રેલવેની કમિટી સાથે સંકળાયેલા સભ્યોએ વારંવાર રજૂઆત કરી પણ રેલવે વિભાગે કોઈ પગલાં લીધા ન હતા. જ્યારે નવસારીમાં ગૌરવ યાત્રામાં મહેમાન તરીકે આવેલા રેલવે મંત્રી જરદોષ પાસે ઘણી આશા સાથે આવેલા ધારાસભ્ય પિયુષ દેસાઈ, પાલિકા પ્રમુખ જીગીશ શાહની સાથે ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને સંજય શાહે નવસારી રેલવે સ્ટેશને સ્ટોપેજની વાત કરતા રેલવે મંત્રીએ વાત ટાળી દીધી હતી અને તરત ણાવ્યું કે હું ગૌરવ યાત્રામાં આવી છું, આવા પ્રશ્નો હમણાં નહીં તેમ જણાવતા સમય સૂચકતા વાપરી નવસારી ડાયમંડ એસો. દ્વારા લેખિતમાં રજૂઆતની કોપી આપી દીધી, જેના કારણે રેલવે મંત્રીની વાત ને કારણે નવસારી ડાયમંડ એસો.ના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ હતી.

રેલવે મંત્રીએ રજૂઆત બાબતે પત્ર લીધો છે
નવસારીને ટ્રેનોના સ્ટોપેજ બાબતે રેલવે મંત્રી ગૌરવ યાત્રામાં આવ્યા હતા, તેઓએ રજૂઆત બાબતે પત્ર લીધો છે. જો કે સ્ટોપેજ બાબતે શુ નિર્ણય લેશે તે ખબર નથી પણ અમને આશા છે કે પોઝિટિવ જવાબ મળશે. સંજય શાહ, મંત્રી, NDMA નવસારી

અન્ય સમાચારો પણ છે...