મુશ્કેલી:નવસારી-ડાંગમાં ચૂંટણી માટે 61 બસ ફાળવાતા મુસાફરો અટવાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીખલી, ખેરગામ, વાંસદાના લોકોને મુશ્કેલી વેઠવી પડી

નવસારી અને ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે ચૂંટણી કર્મીઓને બુથ સુધી લઇ આવવા જવા માટે વલસાડ વિભાગ દ્વારા 61 એસટી બસની ફાળવણી કરાઇ હતી. જેને લઇને કેટલીક જગ્યાએ મુસાફરો અટવાઇ પડ્યા હતા.

નવસારી અને ડાંગ જિલ્લામાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય આ ચૂંટણીમાં જેમને ફરજ માટે નિયુક્ત કરવામાં આવ્યા હોય તેવા કર્મચારીઓને હેડ ક્વાર્ટર્સથી તેમના બુથ સુધી પહોંચાડવા માટે એસટી વિભાગ નવસારી દ્વારા કુલ 61 જેટલી નાની મોટી બસ ફાળવવામાં આવી હતી. જોકે, નવસારી અને જલાલપોર તાલુકામાં સરકારી બસની ફાળવણી કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે. તેમાં ખાનગી કોલેજ અને શાળાની પ્રાઇવેટ બસોનો ઉપયોગ કર્યો હોવાની માહિતી મળી છે.

નવસારી એસટી ડેપોના મેનેજર વિપુલ રાવલે માહિતી આપતા જણાવ્યું કે, તા. 19મી ડિસેમ્બર રવિવારના રોજ એસટી વિભાગ નવસારી અને બીલીમોરા ડેપો દ્વારા એસટી બસોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં નવસારી એસ.ટી.ની 16 મોટી બસ ચીખલી ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ફાળવવામાં આવી હતી. ખેરગામ તાલુકામાં 8 મોટી અને 1 નાની મળી કુલ 9 તાલુકા સેવા સદન ખાતે ફાળવણી કરાઇ હતી. બીલીમોરા એસટી ડેપોની 28 જેટલી બસોની ફાળવણી થઇ હતી.

જેમાં વાંસદા ખાતે સરકારી વિનિયન કોલેજ, હનુમાનબારી ખાતે 15 મોટી બસ મોકલવામાં આવી હતી અને ગણદેવી તાલુકા માટે 13 મોટી બસો ધના ભાવસાર સ્કૂલ, ગણદેવી ખાતે મોકલવામાં આવી હતી. નવસારીમાં 25 અને બીલીમોરા વિભાગ 28 જેટલી બસો ફાળવણી થઇ હતી. આહવા વિભાગમાં ચૂંટણી માટે મામલતદાર કચેરી સુબીર ખાતે 5 મોટી અને 3 નાની બસો મૂકવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...