તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નવસારીમાં ઈ-મેમો ન ભરનારા 5 હજારથી વધુ વાહનચાલકો સામે કોર્ટ કાર્યવાહી કરાશે

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15879 ઇ-ચલણ મેમો અપાયા છે, 7 દિવસમાં નાણાં ભરવા તાકિદ કરાઇ

નવસારી જિલ્લામાં ટ્રાફિક ભંગ બદલ સીસીટીવી કેમેરામાં આવી ગયેલા વાહનચાલકોને ઈ-મેમો આપવાની શરૂઆત કરી હતી. હજુ 5212 જેટલા લોકો ઈ-મેમો ભરી ગયા ન હોય પોલીસે તેમની સામે લાલ આંખ કરીને તેઓને 7 દિવસમાં મેમોની રકમ જમા કરવા જણાવ્યું હતું અને નહીંતર કોર્ટમાં કાર્યવાહીની ચીમકી પણ આપી હતી.

નવસારી જિલ્લામાં નેત્રમ (VISWAS) પ્રોજેક્ટ હેઠળ 24 પોઈન્ટ પર 113 સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરા નવસારી શહેરમાં ટ્રાફિક નિયમન અને સર્વેલન્સની કામગીરી ઉપરાંત ગુના શોધવામાં મદદરૂપ થાય છે. 12મી ફેબ્રુઆરી 2020 થી ઈ-ચલણ (મેમો) આપવાનું શરૂ કરવામાં આવ્યું હોય આજદિન સુધી 15879 ઇ-ચલણ મેમો આપવામાં આવ્યા છે.

આ મેમાની કુલ રકમ રૂ. 70.25 લાખ થાય છે. આ ઇ-ચલણ મેમો પૈકી 10667 ચલણ ઓનલાઇન તથા ઓફલાઇનના કુલ રૂ. 44.98 લાખ વાહન ચાલકો દ્વારા ભરવામાં આવ્યા છે પરંતુ હજુ પણ 5212 વાહન ચાલક ઈ-મેમોની રકમ ભરી ગયા ન હતા. જેને લઇને પોલીસ લાલ આંખ કરી હતી. જિલ્લા પોલીસે મંગળવારે ઈ-મેમો ન ભરનારા વાહન ચાલકોને ચીમકી આપી 7 દિવસમાં નાણાં ભરી જવા જણાવાયું હતું નહીં તો કોર્ટ કાર્યવાહીની ચીમકી પણ આપવામાં આવી હતી.

ઈ-મેમો અહીં ભરી શકાશે
સીસીટીવી કેમેરા દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલ ઇ-ચલણ(મેમો) જે વાહન ચાલકો દ્વારા આજદિન સુધી ભરપાઇ કરવામાં આવ્યો નથી તેઓએ દંડના નાણાં તાત્કાલિક ધોરણે કમાન એન્ડ કંટ્રોલ, સેન્ટર, લુન્સીકૂઇ નવસારી, બીલીમોરા પોલીસ સ્ટેશન તથા વાંસદા પોલીસ સ્ટેશને ઓફલાઇન ભરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો