ગણેશ વિસર્જન:નવસારી શહેરમાં ત્રણ ઓવારા પૈકીના વિરાવલ ઓવારા પરનું કૃત્રિમ તળાવ બન્યું શોભાના ગાંઠિયા સમાન, ગણપતિની મૂર્તિઓનું સીધું પૂર્ણા નદીમાં વિસર્જન કરાયું

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ નદીને પ્રદુષિત થતી બચાવવા માટે બે જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યાં
  • થોડી મૂર્તિનું કૃત્રીમ તળાવમાં વિસર્જન બાદ મોટાભાગની મૂર્તિનું નદીમાં જ વિસર્જન કરાયું

ગણેશ મહોત્સવનો આજે રવિવારે છેલ્લો દિવસ છે. ત્યારે દસ દિવસ ગણપતિને પડાલમાં પ્રસ્થાપિત કર્યા બાદ ગણેશભક્તો ધામધૂમપૂર્વક અને ભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે.

નવસારી શહેરમાં ત્રણ જેટલા ઓવારા પર ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી પૂર્ણા નદીના ઓવારા ઉપર પૂર્ણા નદીને પ્રદુષિત થતી બચાવવા માટે બે જેટલા કૃત્રિમ તળાવ પાલિકાએ નિર્માણ કર્યા છે. જોકે, આ કૃત્રિમ તળાવો માત્ર શોભાના ગાંઠિયા બન્યાં હતા. ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થોડા વખત માટે થાય બાદ મોટાભાગની પ્રતિમાઓ સીધી જ પૂર્ણા નદીમાં વિસર્જિત કરવામાં આવી રહી હતી.

કલેક્ટરની મૂલાકાત સુધી કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરાયું.

કલેક્ટર ઓવારા પર વિસર્જનના કાર્યક્રમની ગતિવિધિ જોવા આવતા તંત્ર એલર્ટ બન્યું હતું અને કૃત્રિમ તળાવમાં POPની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે, જેવા કલેક્ટર સ્થળ છોડીને ગયા ત્યારે ફરીવાર પૂર્ણાં નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પાલિકાએ ઔપચારિકતા પૂર્ણ કરવા માટે કુત્રિમ તળાવનું નિર્માણ કરાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. કૃત્રિમ તળાવનો હેતુ પાર ન પડતાં જ પ્રદૂષણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારે તમામ નદીને પ્રદુષિત થતા બચાવવા માટે કૃત્રિમ તળાવનું નિર્માણ કરવાના આદેશ કર્યા છે. ત્યારે પૂર્ણાં નદીમાં કૃત્રીમ તળાવ હોવા છતા નદી પ્રદુષિત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...