તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari City, Kovid Patients Are Examined In Gandhighar Kachholi Against The Fee Of Expensive OPD At A Token Rate Of Only Rs.

જનસેવા:નવસારી શહેરમાં મોંઘીદાટ OPDની ફી સામે ગાંધીઘર કછોલીમાં માત્ર 2 રૂપિયાના ટોકનદરે કોવિડના દર્દીઓની થાય છે તપાસણી

નવસારી3 મહિનો પહેલા
  • દર્દીઓમાં કોરોનાનો ડર દૂર કરવા માટે અને સાજા થવા માટે પ્રોત્સાહન જરુરી-તબીબ

હાલમાં કોરોના કાળમાં મોંઘીદાટ બનેલી આરોગ્યલક્ષી સેવાઓ ને કારણે મધ્યમ વર્ગીય પરિવારોને મજબૂરીવશ ઉંચી ફી ચૂકવીને સારવાર કરાવી પડે છે, પણ તેની સામે સાજા થવાની કોઈ ગેરન્ટી નથી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વધેલા કોરોના કેસ સામે સેવાભાવી સંસ્થાઓ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ નો દીપ પ્રગટાવીને માનવતા જીવંત રાખી છે,કોરોના ના સામાન્ય લક્ષણો કે સાદી શરદી તાવ ધરાવતા દર્દીઓ માંથી કોરોનાનો ડર દૂર કરીને સારવાર કરવા સાથે સાજા થવાની આશા જગાવવાની કામગીરી થાય છે.

ગાંધીજીના મૂલ્યો અને તેમના વિચારોને વરેલી ગાંધીઘર કછોલી સંસ્થા આજે પણ સેવાકાર્ય ધૂણી ધખાવીને કાર્ય કરે છે છેલ્લા 73 વર્ષોથી વિવિધ સેવા કાર્યો સાથે સંકળાયે આ સંસ્થા કોરોના કાળમાં ટોકન પેટે માત્ર બે રૂપિયા લઈને કોરોનાના સામાન્ય લક્ષણો અથવા શરદી ખાંસી ધરાવતા દર્દીઓની સેવા કરી રહ્યું છે,શહેરની આરોગ્યલક્ષી સારવારના નામે થતી ઉઘાડી લૂંટ સામે ગાંધીધર કછોલી સંસ્થા ની સારવાર મફત ના ધોરણે થઇ રહી છે.

આ સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષથી સેવા બજાવતા ડોક્ટર જગદીશ ટંડેલના જણાવ્યા મુજબ હાલમાં લોકોમાં ખૂબ ભય જોવા મળી રહ્યો છે. શરદી-ખાંસી અને તાવ આવે તો લોકો તેને સીધો જ કોરોના સમજી બેસે છે અને સારવાર માટે દોડાદોડ કરે છે. ખરેખર ડોક્ટરોએ દર્દીને સમજીને અને આત્મીયતા નો સંબંધ કેળવી તેમની સારવાર કરવી જોઈએ. આ સંસ્થાની સારવાર થકી ત્રણ મહિનામાં એક પણ દર્દીને હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર પડી નથી, અને ઓક્સિજન કે વેન્ટિલેટર રખાયો નથી અન્ય ડૉક્ટરો જો દર્દીને દૂરથી ટ્રીટ કરવાની જગ્યાએ નજીક બોલાવી વ્યવસ્થિત ચકાસીને તેમના રહેલો ભય દૂર કરે તો દરેક દર્દી માનસિક અને શારીરિક રીતે સાજો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...