બેકાબૂ ટ્રકે મહિલાને અડફેટે લીધી:નવસારી શહેરમાં ફરી બેકાબુ ટ્રકે બાઇકને અડફેટે લીધું, ચાલક મહિલાને ગંભીર ઈજા

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવસારી શહેરના લુંસીકુઈ વિસ્તારમાં સવારે બેંક ઓફ બરોડામાં કામ અર્થે આવેલા મહિલા ની ટ્રક સાથે ટક્કર થતા તેને માથામાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવ્યા હતા. શહેરનું લુંસીકુઈ વિસ્તાર માં વહેલી સવારથી જ ટ્રાફિકથી ધમધમતો હોય છે ત્યારે મૂળ ગડતના હાલમાં જમાલપુર રહેતા 38 વર્ષે દર્શનાબેન આહીર BOB માં કામ અર્થે આવ્યા હતા. કામ પૂર્ણ કરી પરત ફરતી વેળા સ્ટેશન રોડ તરફ જતા બેકાબૂ ટ્રકે તેમને અડફેટે લીધા હતા.નીચે પટકાતા માથામાં

ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ભેગા થયેલા ટોળાએ તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા.શરૂઆતમાં અકસ્માતથી ગભરાયેલા ડ્રાઈવરે ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો પરંતુ થોડા સમયમાંજ ટાઉન પોલીસ તેની ધરપકડ કરી હતી. ટ્રાન્સપોર્ટ નો માલ ભરીને જતા સંજય યાદવ એ ગફલત ભરી રીતે વાહન હાંકતા મહિલા સાથે ટક્કર થઈ હતી જેને લઈને મહિલાને ગંભીર ઈજા થઈ છે હાલ મહિલા ભાનમાં છે અને સારવાર હેઠળ છે ટાઉન પોલીસે ફરિયાદ લઈને ટ્રક ચાલક વિરોધ કાયદેસરના પગલા લીધા છે.

અન્ય સમાચારો પણ છે...