તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરીનો ગેરલાભ:નવસારીમાં કોરોના કાળમાં ફ્રૂટની માંગમાં વધારો થતા જ ભાવ પહોંચ્યા આસમાને, તરોપાના ભાવ ડબલ થયા

નવસારી3 મહિનો પહેલા
  • લીલી નાળિયેર પાણીના ભાવ પહોંચ્યા 80 રૂપિયા નજીક

કોરોના કહેર ને કારણે જિલ્લા તમામ હોસ્પિટલ ઉભરાઈ રહ્યા છે,ત્યારે હાલમાં કોરોનાની સારવાર કરાવતા દર્દીઓ અને સાજા થયેલા દર્દીઓને પોષકતત્વો આપતા ફળ આરોગવાની સલાહ આપી રહ્યા છે,જેથી મોટી સખ્યામાં શહેરીજનો મોંઘા ભાવે ફ્રુટ ખરીદી રહ્યા છે,

હાલમાં હોસ્પિટલ ના કમરતોડ ફી ચૂકવીને ઘરે સાજા માંડ પરત ફરે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફળ ઉપયોગી છે ત્યારે કેટલાક ફળ વેંચતા નાના મોટા વેપારીઓ શહેરમાં ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે,

જેના પર કોઈનું જ નિયંત્રણ નથી,તરોપા ની વાત કરવામાં આવે તો જે તરોપા 30 થી 40 રૂપિયાના ભાવે સામાન્ય દિવસોમાં વેચાતા હતા તેના ભાવ આસમાને પહોંચતા 70 રૂપિયાને આબી ગયા છે,ખેડૂતો વેપારીઓને માત્ર 13 થી 15 રૂપિયામાં વેંચતા તરોપા લોકોને 70 માં મળી રહ્યા છેવેપારીઓને ભાવ વધારાને લઈને પ્રશ્ન પૂછતાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો,સામાન્ય રીતે ડિમાન્ડ માં રહેતી વસ્તુના ભાવમાં બેફામ લૂંટ ચલાવાય છે મહામારીનો સૌથી વધુ ફાયદો ફળ વેંચતા વેપારીઓ ઉઠાવી રહ્યા તેવો આક્ષેપ ગ્રાહક કરી રહ્યા છે,ત્યારે આ ઉઘાડી લૂંટ અંગે કલેકટર અને એપીએમસી સંકલન કરીને માત્ર કોરોના કાળ સુધી એમ.એસ.પી લાગુ કરે તે જરૂરી છે,અને ફળ શાકભાજી ના દરરોજ ભાવ જાહેર થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...