નવસારીમાં સ્વર કિન્નરી ભારતરત્ન સ્વ.લતા મંગેશકરને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. નવસારીના પ્રખ્યાત અશોકા રંગોળી ગ્રુપના 13 સભ્યોએ સતત 4 દિવસ આશરે 10 થી 11 કલાક મહેનત કરીને 92 ફુટની યુ આકારની રંગોળી બનાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
આ ઉપરાંત લતા મંગેશકરની 3D સ્ટેચ્યુ રંગોળી પણ બનાવી છે અને તમામ આર્ટિસ્ટોએ માગ કરી છે કે દેશમાં લતા મંગેશકરની મોટી પ્રતિમા સ્થાપવામાં આવે. આ રંગોળી પ્રદર્શન નવસારી-વિજલપોર નગરપાલિકાની સામે બ્રાહ્મણ પંચની વાડીમાં તા. 15 થી 18ની વચ્ચે બપોરે 4.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધી શહેરીજનો નિહાળી શકશે. લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થતા આ રંગોળી 92 ફુટની બનાવવામાં આવી છે. જેમાં તેમના બાળપણથી લઇને મૃત્યુ સુધીના તમામ પ્રસંગોને સાંકળી લેવામાં આવ્યા છે. નવસારીના અશોકા રંગોળી ગ્રુપના આર્ટિસ્ટો દ્વારા ખરા અર્થમાં એક ઉચ્ચ કોટીના આર્ટિસ્ટને શ્રદ્ધાંજલી પાઠવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.