અકસ્માત:નવસારીમાં આમડપોર પાસે વાડીમાં લાકડા કાપનાર યુવાન ઉપર વીજ થાંભલો પડતા મોત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીના આમડપોર પાસે એક વાડી માં લાકડા કાપતા અચાનક ઝાડ કપાય વીજળી ના તાર પર પડતા સિમેન્ટ નો વિજ થાંભલો ઝાડ કાપતા યુવાન ઉપર પડતા માથા ના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.મૃતક માતાપિતાનો સહારો અને ત્રણ સંતાનોનો પિતા હોય આદિવાસી ગરીબ પરિવારનો માળો વિખેરાયો હતો.

નવસારી તાલુકાના ભૂંનવાડી (બુટલાવ)માં રહેતા મુકેશ બાલુ ભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે તેમના નાના ભાઈ નરેશ ભાઈ બાલુ ભાઈ હળપતિ ઉ.વ.39 તેમના માતાપિતા અને પત્ની અને 3 સંતાનો સાથે રહે છે.નરેસ ભાઈ હળપતિ લાકડા કાપવાની મજૂરી કામે જતા હતા.શનિવારે તેઓ બીજા યુવાન સાથે આમડપોર ખાતે આવેલ શીતલ વાડી ફળીયા માં આવેલ સતિષભાઈ માંહ્યવંશીની વાડી માં લાકડા કાપતા હતા ત્યારે બપોરે 12.15 વાગ્યા ના સુમારે લાકડા કાપતા હતા ત્યારે ઝાડ કપાઈ બંધ વીજ લાઈન ના તાર ઉપર પડ્યો હતો.નજીક માં જ સિમેન્ટ નો ઇલેક્ટ્રિક થાંભલો ઝાડ કાપતા નરેશ ભાઈ હળપતિ ના માથા ઉપર અને જમણા પગ ની ઘૂંટી ઉપર પડતા ગંભીર ઇજાને પગલે નરેશભાઈને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.મૃતક નરેશભાઈનું ગરીબ પરિવાર અને માતાપિતા સાથે રહેતા હતા.3 નાના બાળકો પણ નોંધારા બન્યા હતાં.ગરીબ આદિવાસી પરિવાર ને સરકાર સહાય કરે તેવી સ્થનિકો એ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...